Connect Gujarat
ગુજરાત

શામળાજી : સફારી જીપમાં ગુપ્ત ખાનામાં લવાતા વિદેશી દારૂ સાથે અમદાવાદનો બુટલેગર ઝડપાયો

શામળાજી : સફારી જીપમાં ગુપ્ત ખાનામાં લવાતા વિદેશી દારૂ સાથે અમદાવાદનો બુટલેગર ઝડપાયો
X

અરવલ્લી જીલ્લાની અંતરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં નાના-મોટા વાહનો મારફતે વર્ષે-દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. શામળાજી પોલીસે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતો બુટલેગર રાજસ્થાનમાંથી સફારી જીપમાં ગુપ્ત ખાના બનાવી ઘુસાડાતો રૂ.૨૭૨૦૦/- જપ્ત કરી બુટલેગરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી સફારી જીપ (ગાડી.નં-GJ 06 CB 9677 ) ને અટકાવી તલાસી લેતા સફારી જીપ માં ગુપ્ત ખાનામાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-૩૪ કીં.રૂ.૨૭૨૦૦/- નો જપ્ત કર્યો હતો.

પોલીસે દિવ્યેશ કુમાર શશીકાંત ગોઢાણીયા (રહે,૨૦૩ બ્લોક નં.૧૦ ગોકુલધામ સોસાયટી અંડરબ્રિજ, ચાંદલોડિયા, અમદાવાદ) ની ધરપકડ કરી સફારી કાર ની કીં.રૂ.૨૦૦૦૦૦/- તથા મોબાઈલ કીં.રૂ.૧૦૦૦/- મળી કુલ રૂ.૨૨૮૨૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી વીંછીવાડા થી આગળ ડુંગરપુર રોડ પર આવેલા ઠેકા પરથી વિદેશી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્શ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી દિવ્યેશ કુમાર શશીકાંત ગોઢાણીયા (રહે,૨૦૩ બ્લોક નં.૧૦ ગોકુલધામ સોસાયટી અંડરબ્રિજ, ચાંદલોડિયા,અમદાવાદ) જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ ભરી આપનાર શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Next Story