સાપુતારા ખાતે ‛કૃષિ મેળો-૨૦૧૯નો થયો પ્રારંભ

New Update
સાપુતારા ખાતે ‛કૃષિ મેળો-૨૦૧૯નો થયો પ્રારંભ

ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આજરોજ રાજ્યના વન અને આદિજાતિ

વિકાસ તથા પ્રભારી મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ

બીબીબેન ચૌધરી,જિલ્લા વિકાસ

અધિકારી એચ.કે.વઢવાણિયાની ઉપસ્થિતિમાં કૃષિ મેળો-૨૦૧૯ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

રાજ્યના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે સમગ્ર

ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લાને સેન્દ્રિય ખેતી ધરાવતો જિલ્લાનું બિરૂદ મળેલું છે.

આપણે વૈજ્ઞાનિક અભિગમથી  ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીએ. આજે પાકમાં રાસાયણિક ખાતર,દવાઓના વપરાશના કારણે માણસો બિમાર પડે છે ત્યારે ઓર્ગેનિક ખેત-પેદાશ

ઉત્પાદન કરી વપરાશમાં લઇએ તો નિરોગી રહી શકીશું.

publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image
publive-image

વધુમાં ગુજરાત સરકારે હાલમાં જ વરસાદથી થયેલ પાકના નુકશાન પેટે કૃષિ સહાય

પેકેજ જાહેર કરેલું છે. તમામ ખેડૂતોને ૩૩ ટકાથી વધુ નુકશાની થઇ હોય તો વધુમાં વધુ

બે હેકટરની મર્યાદામાં રૂ.૬૮૦૦/- લેખે  પ્રતિ હેકટર

ચૂકવવામાં આવનાર છે. જેની પોર્ટલ ઉપર ઓન લાઈન એન્ટ્રી કરી પ્રિન્ટ લઇ ખેતીવાડી

અધિકારીનો સંપર્ક કરવો જેથી સીધા ખેડૂત ખાતેદારના ખાતામાં પૈસા જમા થશે.

સરકારશ્રીની આવી ઉમદા યોજના છે. જેનો ઉપસ્થિત ખેડૂતોએ લાભ લેવા મંત્રીશ્રી પાટકરે

અનુરોધ કર્યો હતો.

કૃષિ મેળા પ્રસંગે આહવા તાલુકા પંચાયત પ્રમુખ નરેશ ગવળી,વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ સંકેત બંગાળ,પ્રાંત

અધિકારી કાજલ ગામીત, પ્રાયોજના વહીવટદાર ભગોરા, બાબુરાવ ચૌર્યા,માજી ધારાસભ્ય

અને એપીએમસી ચેરમેન વિજય પટેલ,સંયુક્ત ખેતી નિયામક

હોર્ટિકલ્ચર દિનેશ પાડલિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.