Connect Gujarat
ગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો:હાલ ડેમની સપાટી 121.47 મીટરે પહોંચી

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં થયો વધારો:હાલ ડેમની સપાટી 121.47 મીટરે પહોંચી
X

સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટી માં વધારો થતા ગુજરાત માટે સારા સમાચાર કહી શકાય કે આજે ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર વચ્ચે નર્મદા માં પાણી છોડવા બાબતે બન્ને સરકાર આમને સામને આવી ગઈ છે અને નર્મદા ડેમ પર રાજકારણ રમાઈ રહ્યું છે જેમાં નર્મદા ડેમના ઉપરવાસ માંથી 44992 ક્યુસેક પાણી ની આવક થતા નર્મદા ડેમ ની સપાટી 121.47 મીટરે પહોંચી છે.

હાલ જે ગુજરાત ના ખેડૂતો માટે પણ 9258 ક્યુસેક પાણી નર્મદા ની મેન કેનાલ માં છોડવામાં આવી રહ્યું છે ડેમ ના ડેડસ્ટોક ની વાતકરીયે તો 1340 MCM (મિલિયન ક્યુબિક મીટર ) પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે સરદાર સરોવર નર્મદા બંધ પાસે બે પાવર હાઉસ છે. જેમાં એક RBPH જેના 6 ટર્બાઈનો 200 મેગા વોટ ના એક એવા 6 ટર્બાઈનો અને CHPH ના 50 મેગા વોટના 5 ટર્બાઈનો જે સતત ચાલુ થાય તો 2700 થી 3000 મેગા વોટ જેટલુ વીજ ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી રિવરબેડ પાવર હાઉસ બંધ છે જોકે 110 મીટર ની સપાટી સુધી આ બંને પાવર હાઉસો ચાલી શકે. હાલ 121.47 મીટરની સપાટી છે. એટલેકે હાલ 21 મીટર જેટલું પાણી છે અને ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે હાલ નર્મદા માં પાણી સંગાહિત કરવો એ કેટલે અંશે વ્યાજબી છે.

નર્મદા જિલ્લામાં પણ ગત રાત્રી થી રિસાયેલા મેઘરાજા પણ મન મૂકી વરસી રહ્યા છે. ગત રાત્રી થી સતત વરસાદ વરસતા ખેડૂતો ના જીવ માં જીવ આવ્યો છે. નર્મદા જિલ્લા માં 60 ટકા લોકો વરસાદ આધારિત ખેતી કરતા પહેલા વરસાદ થીજ પોતાના ખેતોંરો માં બિયારણ ની વાવણી કરી નાખી હતી. પરંતુ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા. આજે મેઘો વરસતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. જિલ્લામાં 5 તાલુકામાં વરસાદ વરસતા વાતવરણ માં પણ ઠંડક પ્રસરી હતી.

Next Story