સૌરાષ્ટ્રમાં તાતનો છૂટતો શ્વાસ, 90 દિવસમાં 12 ખેડૂતોએ કર્યો આપઘાત

New Update
સૌરાષ્ટ્રમાં તાતનો છૂટતો શ્વાસ, 90 દિવસમાં 12 ખેડૂતોએ કર્યો આપઘાત

તરઘડીયાના ખેડૂતે આર્થિક સંકડામણમાં ઝેર પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે ખેડૂતોના આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તરઘડીયાના ખેડૂતનું સારવાર દરમિયાન મોત નિપજયું છે. પોલીસમાં નોંઘાયેલ ફરીયાદ મુજબ આર્થિક સંકળામણના કારણે ખેડૂત બટુકભાઈ મૈયડે ઝેરી દવાપી જીવનનો અંત આણવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ સારવાર દરમિયાન તેમનુ મોત નિપજયુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ કરતાં આ વર્ષ ખેડૂતો માટે નબળુ સાબિત થયુ છે. એક તરફથી મેઘરાજા રૂઠતા વરસાદ ધાર્યા કરતા ઓછો પડયો હતો. બિજી તરફ રાજ્ય સરકાર દ્વારા સિંચાઈનું પાણી આપવાની ના પાડતા પડયા પર પાટુ લાગ્યું જેવી સ્થિતીનું નિર્માણ થયુ છે. ત્યારે છેલ્લા 90 દિવસમાં સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓનાં 12 જેટલા ખેડૂતોએ આપઘાત કર્યાના બનાવો સામે આવ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ તો એ ઉભો થાય છે કે આખરે ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો ક્યારે થંભશે.

Latest Stories