Connect Gujarat
Featured

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘ તાંડવ : સુરેન્દ્રનગરથી જામનગર અને ભાવનગરથી ભુજ સુધી અત્ર, તત્ર સર્વત્ર જળબંબાકાર

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘ તાંડવ : સુરેન્દ્રનગરથી જામનગર અને ભાવનગરથી ભુજ સુધી અત્ર, તત્ર સર્વત્ર જળબંબાકાર
X

છેલ્લા 48 કલાક કરતાં વધુ સમયથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત મેઘરાજા વરસી રહ્યા છે. સુરેન્દ્રનગરથી જામનગર સુધી, ભાવનગરથી ભુજ સુધી અત્ર, તત્ર અને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતી સર્જાઈ છે.

સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. છેલ્લા 24 કલાકથી વધુના સમયથી અનરાધાર વરસાદના પગલે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ હાજરી દર્શાવી રહ્યો છે. કચ્છ જિલ્લાના પણ અનેક તાલુકાઓ પર મેઘરાજા મહેરબાન થયા છે. અડધાથી 7 ઇંચ સુધીનો વરસાદ વિવિધ વિસ્તારોમાં નોંધાયો છે.

સુરેન્દ્રનગરથી જામનગર સુધી, ભાવનગરથી ભુજ સુધી અત્ર, તત્ર અને સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ક્યાંક પુલ પાણીમાં ડૂબ્યા છે તો ક્યાંક આખે આખા વિસ્તારો પાણી ગરક થયા છે. કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જનજીવન અસ્તવ્યસ્ત થવાની ઘટનાઓ પણ સામે આવી છે.

સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, ભાવનગર,જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, કચ્છ, મોરબી સહિતના દરેક જિલ્લાઓ મેઘ મહેરથી પાણી પાણી થયા છે. ભરપૂર પાણીની આવકથી નદી, નાળા, ડેમ અને ચેકડેમો છલકાય ઉઠ્યા છે.

Next Story