સાવરકુંડલા નગરપાલિકાનું ૪૪ કરોડનું બજેટ બહુમતીથી થયું મંજુર

New Update
સાવરકુંડલા નગરપાલિકાનું ૪૪ કરોડનું બજેટ બહુમતીથી થયું મંજુર

સ્થાનિક સ્વરાજ્યની પાલિકામાં માર્ચ એન્ડીંગમાં બજેટ બેઠક મળતી હોય છે. આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાની બજેટ બેઠક મળી હતી ઘડીક હો હા દેકારા કરીને ભાજપ દ્વારા કોંગ્રેસ શાસિત પાલિકાના ખાધવાળા બજેટ બેઠક ના મંજુર કરીને અન્ય મુદ્દાઓ પર સહમતી સાથે બજેટ મંજુર થયું હતું.

આજે નગરપાલિકાની બજેટ બેઠક હતી અને સ્પષ્ટ બહુમતી સાથે કોંગ્રેસ પક્ષ પાલિકામાં સત્તા સ્થાને બેઠી છે. ત્યારે સાવરકુંડલા ના પાલિકા પ્રમુખે અગાઉ કોંગ્રેસ સાથે બગાવત કરીને ભાજપમાં ભળીને પ્રમુખ બન્યા હતા અને બાદ ચારેક મહિના પછી ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. ત્યારે આજે મળેલી પાલિકાની બજેટ બેઠકમાં ભાજપના ૧૬ સદસ્યોએ ખોટો હો હા કરીને કોંગ્રેસ સાથે બજેટ સિવાયના મુદ્દામાં સંગાથે રહ્યા હતા. એક પાણી અને ગટર વેરો વધારવાના ઠરાવમાં સર્વ સમંતી ન થતા આ મુદ્દો પેન્ડિંગ રાખીને ઇલું ઇલું ભાજપે કર્યું હતું. પણ મીડિયા સમક્ષ કોંગી સત્તાધીશો સામે આંગળી ચીંધી હતી.

૨૦૧૯/૨૦૨૦નું ૪૪ કરોડનું બજેટ ખાધવાળું હોય અને ગટર અને પાણીના વધારાના પ્રશ્નો અંગે પેન્ડિંગ રાખીને પાલિકા કોંગી સત્તાધીશોએ બજેટ બહુમતીથી મંજુર કરી નાખ્યું છે અને ભાજપે વિરોધ બતાવ્યો હતો.ત્યારે પાલિકાના પ્રમુખ વિપુલ ઉનાવાએ ખાધ બજેટ અંગે ફોડ પાડીને જણાવ્યું હતું કે સરકાર માંથી આવનારી ગ્રાન્ટ ઓછી હોય અને વિકાસના કાર્યોમાં ગ્રાન્ટ આવતી ન હોવાથી બજેટમાં ખાધ દર્શાવ્યાનો પાલિકા પ્રમુખે સ્વીકાર કર્યો હતો.

Latest Stories