Connect Gujarat
દેશ

SBIએ બચત ખાતામાં લઘુતમ બેલેન્સની રકમમાં કર્યો ઘટાડો

SBIએ બચત ખાતામાં લઘુતમ બેલેન્સની રકમમાં કર્યો ઘટાડો
X

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ લઘુતમ સરેરાશ માસિક બેલેન્સ 5000 રૃપિયાથી ઘટાડીને 3000 રૃપિયા કરવાનો નિર્ણય લીધો છે.

આ ફેરફાર પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે. આ ઉપરાંત પેન્શનરો, સગીરો અને સરકારની સામાજિક યોજનાઓના લાભાર્થીઓને બચત ખાતામાં લઘુતમ બેલેન્સ રાખવા માંથી મુક્તિ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એસબીઆઇએ એપ્રિલ મહિનામાં લઘુતમ બેલેન્સ એક હજાર રૃપિયાથી વધારી પાંચ હજાર રૃપિયા કર્યુ હતું. એપ્રિલમાં કરાયેલા ફેરફાર મુજબ મેટ્રો શહેરોમાં લઘુતમ બેલેન્સ પાંચ હજાર, અર્બન વિસ્તારોમાં ત્રણ હજાર, સેમી અર્બન વિસ્તારોમાં બે હજાર અને ગ્રામીણ વિસ્તારોમાં એક હજાર રૃપિયા લઘુતમ બેલેન્સ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે તેમાં ફેરફાર કરીને હવે એસબીઆઇએ મેટ્રો અને અર્બન વિસ્તારોમાં લઘુતમ બેલેન્સ ત્રણ હજાર રૃપિયા રાખવાનો નિર્ણય લીધો છે.

Next Story