/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/IMG-20190609-WA0144.jpg)
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યના શિક્ષા અભિયાનના કરાર આધારિત 25,000 જેટલા તાલુકાઓ અને જિલ્લામાં કર્મચારીઓ કામગીરી કારી રહ્યા છે. આ કર્મચારીઓની વિવિધ માંગણીઓના ઉકેલ માટે અનેક રજૂઆતો પછી છેલ્લે સમગ્ર શિક્ષા અભિયાન યોજનાના ડાયરેક્ટર અવન્તિકાસિંઘ દ્વારા ઘટતું કરવા હૈયા ધારણ આપવામાં આવી છે. જેને કારણે ગાંધીનગર ખાતે નિર્ધારિત કરેલ દેખાવોનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે.
કરાર આધારિત કર્મચારીઓના ગુજરાત સંગઠનના પ્રમુખ અમિત કવિએ મોડાસા ખાતે જણાવ્યું કે, શિક્ષણ અને સરકારની વિવિધ યોજનાનોઓનો પ્રચાર- પ્રસાર થાય તેવી પાયાની જવાબદારી સાથે છેલ્લા કેટલાય સમયથી ખૂબ ઓછા પગાર સાથે કામ કરતા આ કર્મચારીઓને સમાન વેતન મળે અન્ય રાજ્યોની જેમ કાયમી કરવા જેવી મંગણીઓ છે. જે અંગે સાથે સરકાર અને તંત્ર સમક્ષ અનેક રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ જ પરિણામ નહીં મળતા તમામ કર્મચારીઓ સફેદ વસ્ત્રો ધારણ કરીને ગાંધીનગર ખાતે દેખાવો કરવાના હતાં, પરંતુ આ મામલે શિક્ષા અભિયાન યોજનાના ડાયરેક્ટર અવન્તિકાસિંઘ દ્વારા સૌને હકારાત્મક રીતે સાંભળીને હાલ સમાધાન કરતા હાલ પુરતા ગાંધીનગર જઈ કરવાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.
આમ છતાં પાછળથી પણ જો આ કર્મચારીઓના પ્રશ્નો નહિ ઉકેલવામાં આવે અને યોગ્ય વેતન સહિતની માંગણીઓ નહિ સંતોષવામાં આવે તો નવેસરથી લડત આપવાની ચિમકી પણ ઉચ્ચારી છે.