/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-101.jpg)
સિસોદરા ગામ નર્મદા નદીનાં કિનારે આવેલ છે અને આ નદીકાંઠે ગામ આવેલું હોય ચોમાસા દરમ્યાન નદીનાં પાણી ગામમાં ઘુસી આવે છે. વર્ષ 2017માં ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ કરીને ગામમાં રેતીની લીઝ નહિ આપવા ઠરાવ કરાયેલો છે. જે જેથી રેતીના ખોદકામ બાદ પૂરના પાણી ગામમાં ઘુસી ન આવે.
આજથી 3 મહીના પહેલા જ ગ્રામજનોએ એક સુરે કલેક્ટર નર્મદા તથા ગાંધીનગર ખાણખનીજ વિભાગને રજુઆત કરી હતી ત્યારે આજે બપોરે અચાનક ખાણખનીજ વિભાગના સર્વેયર લીઝ માટેના બ્લોકની માપણી માટે આવી પહોંચતા જ સિસોદરાના ગ્રામજનોને માહિતી મળતા જ ગ્રામજનો એકઠા થયા હતા અને જ્યારે સર્વેયર ગ્રામપંચાયત કચેરી ખાતે આવતા જ તેમનપો ઘેરાવો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો.
ગ્રામજનોના દાવા મુજબ અગાઉ ગ્રામસભામાં લીઝ નહિ આપવાનો ઠરાવ થયો હોવા છતાં પણ ભૂસ્તર શાસ્ત્રીએ ઠરાવની ઉપરવટ જઈને આ ગામમા લીઝ ખોલવા માંગે છે. જો કે, આમલેથા પોલીસ સિસોદરા ગામમાં પહોંચી હતી અને મામલો થાળે પાળવા પ્રયાસ કર્યો હતો. ગામની મહિલાઓએ પણ ખાણખનીજ વિભાગની ગાડી રોકી હાય હાય ના નારા બોલાવ્યા હતા. ગામના મહિલા તલાટીએ પણ ઠરાવ કર્યો હોવાની વાતને સમર્થન આપ્યું હતું.