-
અંકલેશ્વરમાં તસ્કરો ત્રાટકયા
-
પીરામણ રોડ પર ચોરી
-
ઓપેરા પાર્કમાં ચોરીનો બનાવ
-
રૂ.1.93 લાખના માલમત્તાની ચોરી
-
પોલીસે તપાસ શરૂ કરી
મૂળ યુપી અને હાલ અંકલેશ્વરના પીરામણ રોડ ઉપર આવેલ ઓપેરા પાર્કમાં રહેતા અનિસુર અબ્દુલ રહેમાન ખાન પોતાના પરિવાર સાથે મુંબઇ ખાતે નીકળ્યા હતા.જેઓએ ઘરના દરવાજાનું તાળું મારી પોતાના ઘરે પાલતુ પક્ષી અને પશુ હોઈ જેઓને ખાવાનું આપવાનું હોવાથી પીરામણ ગામના ઝેડ.ઇસ્માઇલ પટેલને આપી ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી ટેરેસ પર લગાવેલ ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલ સોનાના ઘરેણાં મળી કુલ 1.93 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
