Connect Gujarat
Featured

સોની સબના ફેન્ટસી શો અલાદ્દીન: નામ તો સુના હોગામાં શયતાન મલ્લિકા તરીકે ડેબિના બોનરજી પ્રવેશ કરે છે

સોની સબના ફેન્ટસી શો અલાદ્દીન: નામ તો સુના હોગામાં શયતાન મલ્લિકા તરીકે ડેબિના બોનરજી પ્રવેશ કરે છે
X

સોની સબનો ફેન્ટસી શો અલાદ્દીન: નામ તો સુના હોગાએ તેના દર્શકોનો રોમાંચ વધારી રાખ્યો છે અને હવે નવા પ્રવેશ સાથે આ રોમાંચ ઓર વધશે. અલાદ્દીન (સિદ્ધાર્થ નિગમ) માટે સ્થિતિ સુધરી રહી છે, કારણ કે તે અને યાસ્મિન (અવનીત કૌર) એકત્ર આવીરહ્યાં છે અને બંને પુત્રો અલાદ્દીન અને જીનુ (રસૂલ ટંડન)ને અમ્મી (સ્મિતા બંસલ) પાછી મળવાની છે, જે પછી જોકે વિનાશકારી વળાંક આવવાનો છે.

અત્યંત ગ્લેમરસ ડેબિના બોનરજી અલાદ્દીન: નામ તો સુના હોગામાં રોમાંચ વધારશે. કારણ કે તે મલ્લિકાની ભૂમિકામાં આવી રહી છે, જે કાતિલ વિલન છે. તે અલાદ્દીનના જીવનમાં ઊથલપાથલ મચાવવા માટે કોઈ કસર બાકી રાખવા માગતી નથી.પોતાની ભૂમિકા વિશે બોલતાં ડેબિના કહે છે, નવી ભૂમિકા ભજવવાનું હંમેશાં રોમાંચક રહ્યું છે અને અલાદ્દીન: નામ તો સૂના હોગા જેવા ફેન્ટસી શો સાથે પાત્ર વધુ ચમત્કારી અને ભવ્ય છે. મને વાર્તામાં મલ્લિકાની ભૂમિકા ભજવવાની ખુશી છે, જે મારા બાળપણની સુંદર સ્મૃતિઓ સાથે રંગાઈ છે. મલ્લિકાને બહુ જ સંભાળ અને વિચારપૂર્વક જીવનમાં લાવવામાં આવી છે. તેનો લૂક શોમાં તેની નોંધનીયતા વિશે બોલે છે. મને નકારાત્મક પાત્ર ભજવવાની ખુશી છે, કારણ કે તેના વ્યક્તિત્વમાં ઘણા બધા લેયર છે. મને લાગે છે કે મલ્લિકાનું પાત્ર હંમેશાં યાદગાર બની રહેશે.

આ લૂક વિશે બોલતાં ડેબિના કહે છે, મને મલ્લિકાનો લૂક પરફેક્ટ કરતાં 3.5 કલાક લાગ્યા હતા. લૂક ભવ્ય છે ત્યારે તેને અનિવાર્ય અને સુંદર બનાવવા માટે ભરપૂર બારીકાઈ છે. અલગ મેક-અપ ધારણ કરવાનું અને લાર્જર ધેન લાઈ પાત્રો ભજવવાનું મને બહુ રોમાંચક લાગે છે. હું ખરેખર મલ્લિકાને સંપૂર્ણ ગ્લોરી સાથે ભજવવા માટે ઉત્સુક છું.ડેબિના અગાઉ સોની સબ પરિવારમાં રહી ચૂકી છે. તે ચેનલ પર પુનરાગમન કરવા વિશે ભારે રોમાંચિત છે. તે કહે છે, સોની સબ પર હું ફરી આવી રહી છું. હું જૂની ઘરેડની ભૂમિકાઓ ભજવતી હતી ત્યારે સોની સબે નવ ભૂમિકા આપીને મારી જૂની ઘરેડ તોડી છે અને મને નવી ઓળખ આપી છે. ચિડિયાઘરનો હિસ્સો હતી તે બહુ સારું રહ્યું, કારણ કે તે પાત્ર થકી લોકો મને વ્યાપક રીતે ઓળખવા લાગ્યા છે.

Next Story