Connect Gujarat
દેશ

સોનુ નિગમની શોર્ટ ફિલ્મ 'સ્પોટલેસ' 25 જૂને રિલીઝ થશે

સોનુ નિગમની શોર્ટ ફિલ્મ સ્પોટલેસ 25 જૂને રિલીઝ થશે
X

શોર્ટ ફિલ્મ 'સ્પોટલેસ' દ્વારા સોનુ નિગમ લોકોને જણાવવા માંગે છે કે એસિડ એટેકની એક માણસના મન પર કેવી અસર થાય છે જેથી કોઈને એવું કરવાનો વિચાર પણ ન આવે.

મુંબઈ: ગાયક-અભિનેતા સોનુ નિગમ જણાવે છે કે ફિલ્મ ‘સ્પોટલેસ’ તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કેમકે તે એક એસિડ એટેક સર્વાઈવર પર આધારિત છે.

સોનુ જણાવે છે, “આ મુદ્દા સામે હજુ પણ આપણો દેશ લડી રહ્યો છે. અમે લોકોને એ અનુભૂતિ કરાવવા માંગીએ છીએ જે જ્યારે કોઈ વ્યક્તિ પર એસિડ એટેક થાય છે ત્યારે તેની મનોસ્થિતિ કેવી થઈ જાય છે. જો અમારી આ ફિલ્મને લીધે આ દિશામાં થોડી પણ જાગૃતિ આવે અને આઘટનાઓ બનતી અટકે તો અમારો આ પ્રયાસ સફળ ગણાશે.”

‘સ્પોટલેસ’ને CKF ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, બુદ્ધ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં દર્શાવવામાં આવી ચૂકી છે.સૌરભ પાંડે દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સોનુ સાથે શ્વેતા રોહિરા છે. આ ફિલ્મને 25 જૂને સોનુની યુ ટ્યુબ ચેનલ પર રજૂ કરવામાં આવશે.

Next Story