Connect Gujarat
ગુજરાત

પાલેજઃ દક્ષિણ આફ્રિકાના મલાવી ક્રિકેટ ટીમમાં વરેડિયાના યુવાનને મળ્યું સ્થાન

પાલેજઃ દક્ષિણ આફ્રિકાના મલાવી ક્રિકેટ ટીમમાં વરેડિયાના યુવાનને મળ્યું સ્થાન
X

ભરૂચ જિલ્લાનું ગૌરવ વધારતો વરેડિયાનો ઈતફાન પટેલ, વરેડિયા ગામમાં આનંદનો માહોલ

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા વરેડિયા ગામનું નામ રાતોરાત ક્રિકેટ ક્ષેત્રે ચમકતા વરેડિયા સહિત સમગ્ર જિલ્લામાં ભારે હર્ષની લાગણી જોવા મળી રહી છે. મૂળ ભરૂચ તાલુકાના વરેડીઆ ગામના ગરીબ ખેડૂતના ઘરે જન્મેલા ઈરફાન નામનો યુવક છેલ્લા 10 વર્ષથી ધંધા રોજગાર માટે દક્ષિણ આફ્રિકાનાં મલાવી સ્થાયી થયો હતો. નાનપણમાં ભરૂચ તાલુકાના દહેગામ ગામમાં તેમના નાનાને ત્યાં રહીને મોટો થઇ ભરૂચ તથા સુરત જિલ્લાની ઘરેલુ ક્રિકેટ મેચોમાં ભાગ લઇ ક્રિકેટની રમતમાં રૂચિ ધરાવતો હતો.

મલાવીમાં ક્રિકેટના કોચ ઇંદ્રે બોથાની નજરમાં ઇરફાન નામનો યુવક આવતા ઇરફાનના ભાગ્યના દ્વાર ખુલી ગયા હતા. કોચ ઇંદ્રે બોથાએ ઇરફાનની ક્ષમતાને ચકાસી ઇરફાનને મલાવી ક્રિકેટ ટીમમાં સિલેક્ટ કર્યો હતો. 2020 માં રમાનાર આઈ.સી.સી. વર્લ્ડ 20 ક્વોલિફિકેશનના ભાગ રૂપે રમાતી ટુર્નામેન્ટ તાજેતરમાં આઈ.સી.સી. વર્લ્ડ ટી 20 આફ્રિકા ક્વોલિફાયર 2018–19 આઇ સી સી વર્લ્ડ 20 20 આફ્રિકા ક્વોલિફાયરમાં કોલિફાય થયેલી મલાવીની નેશનલ ક્રિકેટ ટીમ કે જે તારીખ 28 નવેમ્બરથી બોત્સ્વાના ખાતે રમાનાર આઈ.સી.સી. વર્લ્ડ ટી 20 આફ્રિકા ક્વોલિફાયર 2018–19 આઇ સી સી વર્લ્ડ ICC 20 20 આફ્રિકા ક્વોલિફાયર મેચ રમશે.

મલાવી ખાતે વરેડિયાના ઇરફાન પટેલ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ઈરફાને જણાવ્યું હતું કે, મારી ક્રિકેટ ટીમમાં થયેલી પસંદગીથી હું ખુબ જ ખુશીની લાગણી અનુભવુ છું. અને ટીમ માટે હું એડી ચોટીનું જોર લગાડી દઇશ અને ફક્ત મલાવી ક્રિકેટ એસોસિએશન જ નહિ પરંતુ ભારત દેશ થતા ભરુચ જિલ્લાનું નામ પણ રોશન કરીશ. ઉલ્લેખનીય છે કે ઈરફાન અલી પટેલે ઇન્ડિયન ક્રિકેટ ક્લબમાં બોમ્બે બોઇઝ ટીમ માંથી રમી મન ઓફ ધ સિરીઝ નું પારિતોષિક પણ મેળવેલ છે.

Next Story