Connect Gujarat
Featured

સાઉથ આફ્રિકાના ક્રિકેટર ફાફ ડૂ પ્લેસિસે લીધો ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ

સાઉથ આફ્રિકાના ક્રિકેટર ફાફ ડૂ પ્લેસિસે લીધો ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ
X

સાઉથ આફ્રિકાના શ્રેષ્ઠ કેપ્ટન અને બેટ્સમેન ફાફ ડૂ પ્લેસિસે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. તાજેતરમાં પાકિસ્તાનના નિરાશાજનક પ્રવાસ બાદ બુધવારે ફાફ ડૂ પ્લેસિસે આ ઘોષણા કરી છે. નોંધનીય છે કે સાઉથ આફ્રિકા તાજેતરમાં જ પાકિસ્તાન ટૂર પર ટેસ્ટ સિરીઝ હારી ગયું હતું.

આ દિગ્ગજ બેટ્સમેન પાકિસ્તાન પ્રવાસ પર નિષ્ફળ નિવળ્યા હોવાથી ત્યારથી ફાફ ડૂ પ્લેસિસનું ફોર્મ સ્કેનર હેઠળ હતું. જો કે, તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસ સમયે ફાફ ડૂ પ્લેસિસે શાનદાર સદી ફટકારી એવા લોકોનાં મોઢાં પર તાળું મારી દીધું હતું જેઓ પાછલા એક વર્ષથી ફાફ ડૂ પ્લેસિસ પર સવાલો ઉઠાવી રહ્યા હતા. પૂર્વ દક્ષિણ આફ્રિકી કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસે બુધવારે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું. પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જાણકારી આપતાં તેમણે લખ્યું, 'મારું દિલ સાફ છે અને આ સમય એક નવો અધ્યાય માટે બિલકુલ યોગ્ય છે.' આજના જ દિવસે ઠીક એક વર્ષ પહેલાં ફાફ ડૂ પ્લેસિસે ટેસ્ટ અને ટી20 ટીમની કપ્તાનીથી રાજીનામું આપ્યું હતું. 36 વર્ષીય ફાફે ટી20 ફોર્મેટમાં ધ્યાન આપવા માટે આવડો મોટો ફેસલો લીધો. 2021 અને 2022 બંને જ વર્ષમાં ટ20 વર્લ્ડકપ રમાનાર છે. ડૂ પ્લેસિસનું માનવું છે કે તેમનામાં હજી ટી20 ક્રિકેટ ઘણું બચ્યું છે.

ટેસ્ટ, વનડે અને ટી20 મિલાવીને 112 ઈન્ટરનેશનલ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કરતાં તેમણે 69 મેચમાં ટીમને જીત અપાવી હતી, તેમની આગેવાનીમાં રમાયેલ પાછલા આઠ ટેસ્ટમાંથી સાત ટેસ્ટમાં પ્રોટિયાઝે હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે ફાફ ડૂ પ્લેસિસે 69 ટેસ્ટમાં 40ની એવરેજથી 4163 રન બનાવ્યા, તેમના નામે 10 સદી અને 21 ફીફ્ટી નોંધાયેલી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં શ્રીલંકા વિરુદ્ધ 199 રનનો તેમનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર છે.

Next Story