અંકલેશ્વર: તારીખ 8 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ મેરેથોન યોજાશે, હજારો દોડવીરો લેશે ભાગ

ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન યોજાશે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવે છે

New Update

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

ઇન્ટરનેશનલ મેરેથોન યોજાશે

તારીખ 8 ડિસેમ્બરે યોજાશે ઇવેન્ટ

ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા આયોજન

માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાય

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા તારીખ-૮મી ડીસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન યોજાશે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે તારીખ-૮મી ડીસેમ્બરના રોજ પણ ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જે મેરાથોન દોડ અંગે માહિત આપવા માટે આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ચિલ્ડ્રન થિયેટર ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં એ.આઈ.ડી.એસ.ના પ્રમુખ અશોક પંજવાણી,બેઇલ કંપનીના સી.ઈ.ઓ.,ડી.ડી.દલવાડી અને ઝઘડિયા ઉદ્યોગ મંડળના નરેન્દ્ર ભટ્ટ તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકો ક્રિષ્ણસિંહ રાઉલ સહીત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પત્રકાર પરિષદમાં મેરાથોન દોડ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આ મેરાથોનમાં જે ફંડ એકત્રિત કરવામાં આવશે તે ગ્રાઉન્ડના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
Read the Next Article

વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપ તબાહ, ચોથી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો

વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી ODIમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને શરમજનક અને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પાકિસ્તાનને 202 રનથી હરાવ્યું

New Update
pak west

વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજી ODIમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને શરમજનક અને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો. વેસ્ટ ઈન્ડિઝની ટીમે પાકિસ્તાનને 202 રનથી હરાવ્યું અને ત્રણ મેચની ODI શ્રેણી 2-1થી જીતી.

1991 પછી આ પહેલી વાર હતું જ્યારે વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાન સામે ODI શ્રેણી જીતી. આ મેચમાં વિન્ડીઝ ટીમના વાસ્તવિક હીરો કેપ્ટન શાઈ હોપ અને પેસર જેડન સીલ્સ હતા. પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર જેડન સીલ્સ સામે પાકિસ્તાનની આખી બેટિંગ લાઇન-અપ બરબાદ થઈ ગઈ.

WI vs PAK: પાકિસ્તાનને ચોથી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો

હકીકતમાં, પાકિસ્તાનની ટીમ (પાકિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ) ત્રીજી ODIમાં વેસ્ટ ઈન્ડિઝ (વેસ્ટ ઈન્ડિઝ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ) દ્વારા 202 રનના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર ODI ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ પાકિસ્તાનની ચોથી સૌથી મોટી હાર હતી. પાકિસ્તાનનો વનડે ક્રિકેટમાં સૌથી મોટો પરાજય 2009માં શ્રીલંકા સામે 234 રનથી થયો હતો.

તે જ સમયે, 2023માં, ભારતે વનડે ક્રિકેટમાં પાકિસ્તાનને 228 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. તે જ સમયે, 2002માં, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને વનડે ક્રિકેટમાં 224 રનથી હરાવ્યું હતું, જે ત્રીજી સૌથી મોટી હાર છે.