Connect Gujarat
સ્પોર્ટ્સ

અંકલેશ્વર : આફ્રિકાના ક્રિકેટ પ્રવાસે જશે મતાદાર સી.સી., ભારત તરફથી આમંત્રણ મળતા ટીમના સભ્યો ઉત્સાહીત...

30 વર્ષથી કાર્યરત અંકલેશ્વરની મતાદાર સી.સી.એ ભરૂચ જીલ્લાની વિવિધ ટૂર્નામેન્ટમાં રમીને નામના મેળવી છે

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની મતાદાર સી.સી. આગામી દિવસોમાં આફ્રિકાના ઝામ્બિયા તથા મલાવીના ક્રિકેટ પ્રવાસે જવા રવાના થશે, ત્યારે ભારત તરફથી અંકલેશ્વરની મતાદાર સી.સી.ને આમંત્રણ મળતા ટીમના સભ્યો ખૂબ ઉત્સાહીત થયા છે. છેલ્લા 30 વર્ષથી કાર્યરત અંકલેશ્વરની મતાદાર સી.સી.એ ભરૂચ જીલ્લાની વિવિધ ટૂર્નામેન્ટમાં રમીને નામના મેળવી છે. જે ટીમમાંથી રમી ઘણા ખેલાડી જીલ્લા કક્ષા, રાજ્ય કક્ષા તથા આંતરાષ્ટ્રીય કક્ષા ઉપર ક્રિકેટ રમી ચૂક્યા છે.

ભરૂચ એક્સ્પ્રેસ તરીકે ઓળખાતા મુનાફ પટેલ પણ મતાદાર સી.સી.માંથી રમતા હતા. મકબુલ પટેલ, મહેફુઝ પટેલ પણ આજ ટીમમાંથી રાજ્ય કક્ષાએ ક્રિકેટ રમ્યા છે. આફ્રિકા ખંડમાં આવેલ 2 દેશ ઝામ્બિયા તથા મલાવીમાં આગામી તા. 30 સપ્ટેમ્બર 2023થી તા. 8 ઓક્ટોમ્બર 2023 સુધી 2 ટૂર્નામેન્ટ રમવા જઇ રહી છે.

જેમાં મલાવી-ઝીમ્બાબ્વે-ઝામ્બિયા તથા ઇન્ડિયાની મતાદાર સી.સી.ની ટીમો વચ્ચે ટૂર્નામેન્ટ રમાશે. આ ટૂર્નામેન્ટનું ઝામ્બિયાના મીડલેન્ડ ક્રિકેટ એશોસીએશન તરફથી આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટને ઝામ્બિયા ક્રિકેટ બોર્ડ એટલે કે, ઝામ્બિયા ક્રિકેટ યુનીયનની પણ મંજૂરી મળી છે. આ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી અંકલેશ્વરની મતાદાર સી.સી.ને આમંત્રણ મળતા ટીમના સભ્યો ખૂબ ઉત્સાહીત થયા છે.

Next Story