New Update
અંકલેશ્વરના પાનોલી ખાતે કરાયુ આયોજન
પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનો પ્રારંભ
૨૨મી પી.આઈ.એ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ
96 ક્રિકેટ ટીમોએ લીધો ભાગ
પ્રથમ મેચમાં મીડિયા ઇલેવનનો વિજય
અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા 22મી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે એક ખેલાડી એક વૃક્ષ જરૂર વાવેના સૂત્ર સાથે પાનોલી એસ્ટેટમાં આવેલ જી.આઈ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ૨૨મી પી.આઈ.એ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપ પ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ટૂર્નામેન્ટમાં પ્રોલાઈફ ગ્રુપના એમ.ડી. કરણ જોલી,પાનોલી ઉદ્યોગ મંડળના જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર,સ્પોર્ટસ કમિટીના ચેરમેન મહેબૂબ ફીજીવાલા, કો.ચેરમેન હેમંત પટેલ,કમિટી મેમ્બર ભરત પટેલ,ભરત કોઠારી તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઇવેન્ટમાં આજરોજ રસ્સા ખેંચ સહિતની સ્પર્ધા યોજાઈ હતી.આજે પ્રથમ મેચ મીડિયા ઈલેવન અને પી.આઈ.ઇન્દ્રસ્ટીઝ વચ્ચે રમાઈ હતી જેમાં મીડિયા ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 96 ટીમોએ ભાગ લીધો છે. આ ઉપરાંત વોલીબોલ, ચેસ, કેરમ અને દોડ સહિતની સ્પર્ધાઓ પણ યોજાશે.
Latest Stories