એશિયા કપનું શિડ્યૂલ જાહેર..! એશિયા કપ પહેલી વખત હાઈબ્રિડ મોડલમાં રમાશે

ઉલ્લેખનીય છે કે એશિયા કપ પૂરો થયા બાદ પંદર દિવસ પછી એટલે 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે

New Update
એશિયા કપનું શિડ્યૂલ જાહેર..! એશિયા કપ પહેલી વખત હાઈબ્રિડ મોડલમાં રમાશે

લાંબી રાહ જોવડાવ્યાં બાદ હવે મેન્સ એશિયા કપ 2023નો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. પાક.ક્રિકેટ બોર્ડ અને એશિયન કાઉન્સિલે મેન્સ એશિયા કપ 2023નો કાર્યક્રમ બહાર પાડ્યો છે. એશિયા કપ પહેલી વખત હાઈબ્રિડ મોડલમાં રમાશે. જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર, આ ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થશે અને ફાઈનલ 17 સપ્ટેમ્બરે રમાશે. પ્રથમ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો નેપાળ સામે થશે. ટૂર્નામેન્ટમાં કુલ ચાર મેચ પાકિસ્તાનમાં રમાશે, જ્યારે બાકીની મેચોની યજમાની શ્રીલંકા કરશે.


ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં મેચ ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે શ્રીલંકામાં ટકરાશે. આ પછી ભારતીય ટીમ 4 સપ્ટેમ્બરે નેપાળ સામે મેદાનમાં ઉતરશે. ગ્રુપ સ્ટેજમાં શ્રેષ્ઠ દેખાવ કરનારી ચાર ટીમો સુપર ફોરમાં પ્રવેશ મેળવશે. બંને ટીમો વચ્ચે સુપર ફોરમાં શાનદાર દેખાવ કરતાં ટૂર્નામેન્ટની આખરી મેચ રમાશે.

ઉલ્લેખનીય છે કે એશિયા કપ પૂરો થયા બાદ પંદર દિવસ પછી એટલે 5 ઓક્ટોબરથી ભારતમાં વનડે વર્લ્ડ કપ રમાવાનો છે જેમાં 15 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન ટકરાશે.

એશિયા કપ 2023નું શેડ્યૂલ)

30 ઓગસ્ટ - પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ - મુલ્તાન

31 ઓગસ્ટ - બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા - કેન્ડી

2 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ પાકિસ્તાન - કેન્ડી

3 સપ્ટેમ્બર – બાંગ્લાદેશ વિ. અફઘાનિસ્તાન - લાહોર

4 સપ્ટેમ્બર - ભારત વિરુદ્ધ નેપાળ - કેન્ડી

5 સપ્ટેમ્બર – શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન – લાહોર

6 સપ્ટેમ્બર – સુપર ફોર – એ1 વિરુદ્ધ બી2 – લાહોર

9 સપ્ટેમ્બર – બી1 વિરુદ્ધ બી2 – કેન્ડી

10 સપ્ટેમ્બર - એ1 વિરુદ્ધ એ2 – કેન્ડી

12 સપ્ટેમ્બર : એ2 vs એ1 - દામ્બુલા

14 સપ્ટેમ્બર – એ1 વિરુદ્ધ બી2 – દામ્બુલા

15 સપ્ટેમ્બર – એ2 વિરુદ્ધ બી2 – દામ્બુલા

17 સપ્ટેમ્બર - ફાઈનલ

Latest Stories