Connect Gujarat
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સનો શુભારંભ,પીવી સિંધુએ કર્યું ભારતનું નેતૃત્વ

આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને પણ સ્થાન મળ્યું છે.1998માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટ નો સમાવેશ કરવામાં આવ્યો હતો

કોમનવેલ્થ ગેમ્સનો શુભારંભ,પીવી સિંધુએ કર્યું ભારતનું નેતૃત્વ
X

કોમનવેલ્થ ગેમ્સ-2022 શરૂઆત થઈ ગઈ છે. ગુરુવારે ભારતીય સમય મુજબ રાત્રે રંગારંગ ઉદ્ઘાટન સમારોહ સાથે પ્રિન્સ ચાર્લ્સ દ્વારા કોમનવેલ્થ ગેમ્સ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં યોજાનારી રમતોનો સત્તાવાર રીતે પ્રારંભ થયો હતો. હવેનાં લગભગ બે અઠવાડિયા સુધી વિવિધ રમતો નો મેળાવડો જામશે. એમાં ભારતીય ખેલાડીઓ પણ પોતાની તાકાત બતાવશે.

ભારતીય ટીમનું પ્રતિનિધત્વ બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ કર્યું હતું. તેની સાથે ભારતની મેન્સ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ પણ જોવા મળ્યા હતા. અગાઉ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા ભારતીય ટુકડીનું નેતૃત્વ કરવાની હતા પરંતુ ઈજાના કારણે તે રમત માંથી બહાર થઈ ગયા હતા.કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના કુલ 215 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ખેલાડીઓ 19 રમતોમાં 141 ઇવેન્ટમાં ભાગ લેશે.

આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને પણ સ્થાન મળ્યું છે.1998માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ વખત ક્રિકેટ નો સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ હવે આ વખતે કોમનવેલ્થમાં ક્રિકેટને સ્થાન મળ્યું છે. જોકે આ વખતે મહિલા ક્રિકેટને જ સ્થાન મળ્યું છે અને આ કોમનવેલ્થ ગેમ્સમાં ટી-20 ફોર્મેટ ની મેચો રમાશે.

Next Story