ICCએ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ NLC પર પ્રતિબંધ મૂક્યો, નિયમોના ઉલ્લંઘનનો આરોપ

ICCએ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ (NLC) પર પ્રતિબંધ મૂક્યો છે. ICCએ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ક્રિકેટ (USAC)ને પત્ર લખીને લીગની ભાવિ આવૃત્તિઓને મંજૂરી ન આપવાના નિર્ણયની જાણ કરી હતી.

New Update
a

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ (NLC) પર પ્રતિબંધ મૂક્યો છે. ICCએ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ક્રિકેટ (USAC)ને પત્ર લખીને લીગની ભાવિ આવૃત્તિઓને મંજૂરી ન આપવાના નિર્ણયની જાણ કરી હતી.

Advertisment

પત્રમાં પ્લેઇંગ-11ના નિયમોનું પાલન ન કરવાનો ઉલ્લેખ કર્યો છે.NCLની છેલ્લી સિઝન 4 થી 14 ઓક્ટોબર વચ્ચે રમાઈ હતી. રોબિન ઉથપ્પાની કેપ્ટનશિપની શિકાગો સીસીએ એટલાન્ટા કિંગ્સને 43 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે તેને ટ્રોફી આપી હતી.ICCના નિયમો અનુસાર, લીગમાં રમી રહેલી દરેક ટીમની પ્લેઇંગ-11માં ઓછામાં ઓછા 7 અમેરિકન ખેલાડીઓ હોવા જોઈએ. પરંતુ ઘણી મેચમાં 6-7 વિદેશી ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા હતા.મેચમાં ડ્રોપ-ઈન પિચનો ઉપયોગ કર્યો હતો, જે ખૂબ જ નબળી હતી. પિચ એટલી ખરાબ હતી કે વહાબ રિયાઝ અને ટાઇમલ મિલ્સને સ્પિન બોલિંગ કરવી પડી હતી જેથી બેટર્સને નુકસાન ન થાય.

Advertisment
Latest Stories