/connect-gujarat/media/media_files/2025/02/08/okkDnzV3F8EwVHoJlIKY.jpeg)
ICCએ શુક્રવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ઑફિશિયલ સોંગ 'જીતો બાજી ખેલ કે' રિલીઝ કર્યું. આ સોંગ પ્રખ્યાત ગાયક આતિફ અસલમે ગાયું છે.
અબ્દુલ્લા સિદ્દીકીએ આ ગીતનું નિર્માણ કર્યું છે, જ્યારે અદનાન ઢુલ અને અસફંદયાર અસદે સોંગના શબ્દો લખ્યા છે.ICCએ સોશિયલ મીડિયા X પર લખ્યું, 'રાહ પૂરી થઈ. અમારી સાથે ચેમ્પિયન્સ ટ્રોફીનું સોંગ ગાઓ. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન પાકિસ્તાન અને UAEમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 15 મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે.જીતો બાઝી ખેલ ગીતના મ્યુઝિક વીડિયોમાં પાકિસ્તાનની શેરીઓ, બજારો અને સ્ટેડિયમની ઝલક જોઈ શકાય છે. આમાં નાના છોકરાઓ મેચ રમતા જોવા મળે છે. આ ગીત ચાહકો માટે સ્ટ્રીમિંગ ઓડિયો પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે