Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs AFG : ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી હરાવ્યું, ભુવનેશ્વરે ઝડપી 5 વિકેટ

IND vs AFG :  ભારતે અફઘાનિસ્તાનને 101 રનથી  હરાવ્યું, ભુવનેશ્વરે ઝડપી 5 વિકેટ
X

આજે એશિયા કપમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે દુબઈ ખાતે છેલ્લી મેચ રમાઈ રહી છે. જેમાં ભારતે અફઘાનિસ્તાનને 101 રને પરાજય આપ્યો છે. આ મેચનો હીરો વિરાટ કોહલી અને ભુવનેશ્વર કુમાર રહ્યા હતા. અફઘાનિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 111 રન જ કરી શક્યુ હતુ. ભુવનેશ્વર કુમારે જોરદાર સ્પેલ નાખ્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 4 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. તો અર્શદીપ સિંહ, આર. અશ્વિન અને દીપક હુડ્ડાએ 1-1 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ ઈબ્રાહિમ ઝદરને 59 બોલમાં 64 રન બનાવ્યા હતા.

અગાઉ પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 2 વિકેટે 212 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ તેના T20 આંતરરાષ્ટ્રીય કરિયરની મેડન સેન્ચુરી ફટકારી હતી. આ સાથે જ જેની આતુરતાથી રાહ જોવાતી હતી તે 71મી આંતરરાષ્ટ્રીય સદી પણ મારી દીધી હતી. તેણે 61 બોલમાં જ 122* રન ફટકાર્યા હતા. કેએલ રાહુલે પણ 41 બોલમાં 62 રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે 76 બોલમાં 119 રનની પાર્ટનરશિપ થઈ હતી. અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદે 2 વિકેટ લીધી હતી.

Next Story