Connect Gujarat
સ્પોર્ટ્સ

Ind Vs Eng : એજબેસ્ટનમાં બદલો પુરો, ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું, શ્રેણી ભારતના નામે.!

એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત જીત મેળવીને T20 શ્રેણી પોતાના નામે કરી લીધી છે.

Ind Vs Eng :  એજબેસ્ટનમાં બદલો પુરો, ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને 49 રને હરાવ્યું, શ્રેણી ભારતના નામે.!
X

એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી T20 મેચમાં ટીમ ઈન્ડિયાએ જબરદસ્ત જીત મેળવીને T20 શ્રેણી પોતાના નામે કરી લીધી છે. ભારતે ઈંગ્લેન્ડને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતની મજબૂત બોલિંગ સામે ઈંગ્લેન્ડના બેટ્સમેનો રમી શક્યા નહીં અને ભારતે 49 રનના જંગી અંતરથી મેચ જીતી લીધી. જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ સમાપ્ત થઈ ત્યારે એવું લાગતું હતું કે 170 રન ઓછા ન પડવા જોઈએ પરંતુ ભારતીય ટીમની બોલિંગે એવો ચમત્કાર કર્યો કે ઈંગ્લેન્ડ ક્યાંય ટકી શક્યું નહીં. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 121ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે એજબેસ્ટનમાં જ ટીમ ઈન્ડિયાને ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને હવે તેણે એજબેસ્ટનમાં જ ટી20 સીરીઝ જીતી લીધી છે.

ટીમ ઈન્ડિયા તરફથી બોલિંગમાં ભુવનેશ્વર કુમાર સૌથી મોટો હીરો સાબિત થયો જેણે ત્રણ વિકેટ ઝડપી. ભુવીએ ફરી એક વખત પોતાના સ્વિંગથી શાનદાર પ્રદર્શન કર્યું અને શરૂઆતમાં બંને ઓપનર વહેલા પેવેલિયન પરત ફર્યા. ભુવનેશ્વરે પોતાના સ્પેલમાં માત્ર 15 રન આપ્યા હતા. આ માટે ભુવીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને ઝડપી શરૂઆત કરી હતી. ઋષભ પંત કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવ્યો અને બધાને ચોંકાવી દીધા. બંને વચ્ચે 49 રનની ભાગીદારી થઈ હતી. જેમાં રોહિત શર્માના તોફાની 31 રન સામેલ હતા. પ્રથમ વખત ઓપનિંગ કરવા આવેલા પંતે 26 રન બનાવ્યા હતા. ટીમમાં વાપસી કરતા વિરાટ કોહલી માત્ર એક રન જ બનાવી શક્યો હતો. તેમના સિવાય સૂર્યકુમાર યાદવ (15), હાર્દિક પંડ્યા (12) રન બનાવ્યા બાદ ફ્લોપ રહ્યા હતા. અંતે ટીમ ઈન્ડિયાની લાજ બચાવી રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં 46 રન ફટકારીને ટીમ ઈન્ડિયાનો સ્કોર 170 સુધી પહોંચાડ્યો હતો.

Next Story