/connect-gujarat/media/post_banners/5cd9426d9dfe1ec442fafa00c9feb9949429fbb15ae63f317f8a83f36c91f3bc.webp)
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે. રાંચી ટેસ્ટ પહેલા, બીસીસીઆઈએ એક્સ (અગાઉ ટ્વિટર) પર માહિતી આપી હતી કે બુમરાહને છોડી દેવામાં આવ્યો છે અને તેના સિવાય કેએલ રાહુલ ઈજાને કારણે ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તે જ સમયે, ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાંથી બહાર કરવામાં આવેલા મુકેશ કુમાર રાંચીમાં ભારતીય ટીમમાં સામેલ થઈ ગયા છે.
બીસીસીઆઈએ તેના એક્સ (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી છે કે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને રાંચીમાં રમાનાર ચોથી ટેસ્ટ માટે રિલીઝ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે બુમરાહને વર્કલોડને નિયંત્રિત કરવા માટે આરામ આપવામાં આવ્યો છે.
તેના સિવાય કેએલ રાહુલને ચોથી ટેસ્ટ માટે બહાર કરવામાં આવ્યો હતો. કેએલ રાહુલ ઈજાના કારણે રાંચી ટેસ્ટ રમી શકશે નહીં. ત્રીજી ટેસ્ટ પહેલા કેએલ રાહુલની જગ્યાએ દેવદત્ત પડિક્કલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પડિક્કલ ચોથી ટેસ્ટ માટે પણ ટીમ સાથે જોડાયેલા રહેશે અને તેને રાંચી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક પણ મળી શકે છે. આ સાથે જ મુકેશ કુમાર કે જેઓ રાજકોટ ટેસ્ટ માટે ટીમમાં સામેલ ન હતા. તેને ચોથી ટેસ્ટ માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.