IND vs NZ 1st T20 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ રદ, વરસાદને કારણે ટોસ થઈ શક્યો નહીં.!

વેલિંગ્ટનમાં ભારે વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 રદ્દ કરવામાં આવી છે. વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો,

New Update
IND vs NZ 1st T20 : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 મેચ રદ, વરસાદને કારણે ટોસ થઈ શક્યો નહીં.!

વેલિંગ્ટનમાં ભારે વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ T20 રદ્દ કરવામાં આવી છે. વરસાદને કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો, તેથી અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર-પાંચ કલાક સુધી વરસાદ બંધ થવાની કોઈ શક્યતા નથી.

Advertisment

જો કે આ નિર્ણય કટ ઓફ સમય પહેલા લેવામાં આવ્યો છે. કટ ઓફ સમય 02:16 IST હતો. સવારે 11.30 વાગ્યે ટોસ થવાનો હતો, જે થઈ શક્યો નહીં. મેચ બપોરે 12 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ તે પણ થઈ શકી નહીં. બંને કેપ્ટન હાથ મિલાવીને મેચ રદ્દ કરવા સંમત થયા હતા.

હવે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો 20 નવેમ્બરે શ્રેણીની બીજી T20માં આમને-સામને આવશે. આ મેચ માઉન્ટ મૌંગાનુઈ ખાતે રમાશે. ત્રીજી T20 નેપિયરમાં 22 નવેમ્બરે રમાશે. આ પછી 25 નવેમ્બરથી વનડે શ્રેણી શરૂ થશે. પ્રથમ વનડે 25 નવેમ્બરે ઓકલેન્ડમાં, બીજી વનડે 27 નવેમ્બરે હેમિલ્ટનમાં અને ત્રીજી વનડે 30 નવેમ્બરે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

Advertisment
Latest Stories