IND W vs PAK W: જેમિમાની શાનદાર બેટિંગ, ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું..!

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા.

New Update
IND W vs PAK W: જેમિમાની શાનદાર બેટિંગ, ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું..!

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા હતા. ટી20માં ભારત સામે પાકિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર હતો. બિસ્માહ મારૂફે 55 બોલમાં અણનમ 68 અને આયેશા નસીમે 25 બોલમાં અણનમ 43 રન બનાવ્યા હતા.

Advertisment

જવાબમાં ભારતે 19મી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતને જીતવા માટે છેલ્લી ત્રણ ઓવરમાં 28 રનની જરૂર હતી. જોકે, રિચા અને જેમિમાના મનમાં કંઈક બીજું હતું. 18મી ઓવરમાં રિચાએ સતત ત્રણ ચોગ્ગા ફટકારીને પ્રથમ મેચનો માર્ગ બદલી નાખ્યો હતો.

આ પછી 19મી ઓવરમાં જેમિમાએ ત્રણ ચોગ્ગા ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. જેમિમાને 19મી ઓવરના છેલ્લા બોલ પર તેની અડધી સદી માટે એક રનની જરૂર હતી. તેણે ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પણ પૂરી કરી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. જેમિમાની T20 કારકિર્દીની આ 10મી અડધી સદી હતી. જેમિમા 38 બોલમાં 53 અને રિચાએ 20 બોલમાં 41 રન બનાવીને અણનમ રહી હતી. જેમિમાએ તેની ઇનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા હતા જ્યારે રિચાએ તેની ઇનિંગમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે ચોથી વિકેટ માટે અણનમ 58 રનની ભાગીદારી થઈ હતી. જેમિમાને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવી હતી.

Advertisment