/connect-gujarat/media/media_files/2026/01/07/shiikkrh-2026-01-07-12-32-32.png)
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન એકવાર ફરી પોતાની પર્સનલ જીંદગીને લઈને ચર્ચામાં છે.
શિખર ધવન ટૂંક સમયમાં જ પોતાની ગર્લફ્રેન્ડ સોફી સાઈન સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.આ લગ્ન નવી દિલ્હીમાં એક ભવ્ય ખાનગી સમારંભમાં થવાની તૈયારી છે.સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ લગ્ન સમારંભ ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં દિલ્હી-NCRમાં આયોજીત થશે. જેમાં પરિવારના નિકટના સભ્યો અને કેટલાક મિત્રો સામેલ થશે.
શિખર અને સોફી ઘણા સમયથી એકબીજાને ઓળખે છે, જોકે તેમના સંબંધો લાંબા સમયથી ખાનગી રહ્યા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સ્ટેન્ડમાં સાથે બેઠેલા જોવા મળ્યા ત્યારે તેમના સંબંધો વિશેની અફવાઓ વધુ તીવ્ર બની હતી. ત્યાં સોફીની હાજરીએ ચાહકો અને મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું, જેના કારણે તેમના સંબંધો વિશે અટકળો શરૂ થઈ હતી.