બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2024-25ની પ્રથમ ટેસ્ટ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને 295 રનથી હરાવ્યું હતું.
પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં કાંગારૂ ટીમ પ્રથમ વખત ટેસ્ટ મેચ હારી છે. ઓસ્ટ્રેલિયાએ અગાઉ આ મેદાન પર 4 ટેસ્ટ રમી હતી અને તે તમામમાં જીત મેળવી હતી. આ જીત સાથે ભારતીય ટીમે ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે.
ભારત 5 મેચ હરાવી
ઓસ્ટ્રેલિયા છેલ્લા 6 વર્ષમાં ઘરઆંગણે માત્ર 6 ટેસ્ટ મેચ હારી છે. તેમાંથી માત્ર ભારતીય ટીમ સામે જ 5 મેચ હારી છે. એટલું જ નહીં, ભારતીય ટીમ હવે 21મી સદીમાં ઓસ્ટ્રેલિયામાં બીજા નંબરના સૌથી વધુ રનના માર્જિનથી જીતનારી મુલાકાતી ટીમ બની ગઈ છે.
ભારતે ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું હતું. આ પહેલા 2012માં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને પર્થમાં 309 રનથી હરાવ્યું હતું. એટલું જ નહીં 2003માં સિડની ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 225 રનથી હરાવ્યું હતું.