પંજાબ છેલ્લા બોલે જીત્યું: રસાકસી ભરી મેચમાં પંજાબે છેલ્લા બોલે 3 રન બનાવી ચેન્નાઈને હરાવ્યું

ચેન્નાઈ તરફતી સૌથી વધુ કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો

New Update
પંજાબ છેલ્લા બોલે જીત્યું: રસાકસી ભરી મેચમાં પંજાબે છેલ્લા બોલે 3 રન બનાવી ચેન્નાઈને હરાવ્યું

ઈન્ડિયન પ્રીમિયર લીગ-16ની 41મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ચાર વિકેટથી હરાવ્યું હતું. ચેન્નાઈની ટીમ 200 કે તેથી વધુના સ્કોરનો ડિફેન્ડ કરતી વખતે પ્રથમ વખત હારી છે. ચેન્નાઈ પર પંજાબની આ 13મી જીત છે, બન્ને વચ્ચે અત્યાર સુધી 28 મેચ રમાઈ છે. ચેપોક મેદાન પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટે 200 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ ડેવોન કોનવેએ 52 બોલમાં 92 રન ફટકાર્યા હતા. 201 રનના ટાર્ગેટને પંજાબના બેટર્સે 20 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો. ચેન્નઈ હારતાની સાથે જ પોઈન્ટ ટેબલ પર 5 નંબરે આવી ગઈ.. 


Latest Stories