New Update
/connect-gujarat/media/media_files/2025/02/11/4SORedxB6MdLBx3n54pu.jpg)
અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં આગામી 12 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન-ડે મેચ રમાવવાની છે, ત્યારે (10 ફેબ્રુઆરી) ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડના ખેલાડીઓ રાત્રે 7.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા.
બંને ટીમના આગમને પગેલા અમદાવાદ એરપોર્ટ પર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવિન્દ્રસિંહ જાડેજા સહિતના ખેલાડીઓ આવી પહોંચ્યા હતા. તો બીજી તરફ ટીમ ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલર, લિયામ લિવિંગસ્ટન, સાકીબ મહેમૂદ, જો રૂટ સહિના ખેલાડીઓ પણ પહોંચ્યા હતા. આ દરમિયાન અક્ષર પટેલ એરપોર્ટથી ટીમ ઇન્ડિયા સાથે બસમાં જવાને બદલે અલગથી ગાડીમાં ગયો હતો.
Latest Stories