/connect-gujarat/media/media_files/2025/10/04/india-vs-australia-2025-10-04-15-48-05.jpg)
ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વન ડે અને ટી 20 માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી,જેમાં વન ડે માટે શુભમન ગિલ અને ટી 20 માટે સૂર્યકુમાર યાદવને સુકાની પદ આપવામાં આવ્યું છે.
ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન ડે અને પાંચ ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. તેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટેસ્ટ મેચ પછી શુભમન ગિલને હવે વન ડે ટીમનો પણ કેપ્ટન બનાવી દેવામાં આવ્યો છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/04/odi-series-2025-2025-10-04-15-41-44.jpeg)
ટીમ ઈન્ડિયાની વન ડે ટીમમાં કેપ્ટન પદે શુભમન ગિલ,રોહિત શર્મા, વિરાટ કોહલી, વાઇસ કેપ્ટ્ન શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, નીતિશકુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની ટી 20 માટે ટીમ ઇન્ડિયામાં કેપ્ટન પદે સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, વાઇસ કેપ્ટન શુભમન ગિલ, તિલક વર્મા, નીતીશકુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન, રીંકુ સિંહ, વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરવામાં આવ્યો છે.