પેરિસ ઓલિમ્પિકના મેડલ વિજેતા રમતવીરો સાથે પ્રધાનમંત્રી એ કરી મુલાકાત

પેરિસ ઓલિમ્પ્યુક 2024માં ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને 5 બ્રોન્ઝ અને એક સિલ્વર એમ 6 મેડલ પ્રાપ્ત કર્યા હતા અને આ સફળતા થકી વિશ્વકક્ષાએ ભારતનું નામ રોશન થયું છે

New Update
pmmm

પેરિસ ઓલિમ્પ્યુક 2024માં ભારતીય રમતવીરોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને 5 બ્રોન્ઝ અને એક સિલ્વર એમ 6 મેડલ પ્રાપ્ત કર્યા હતા

અને આ સફળતા થકી વિશ્વકક્ષાએ ભારતનું નામ રોશન થયું છે,ત્યારે મેડલ વિજેતા ખેલાડીઓને શુભેચ્છા પાઠવવા માટે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના નિવાસ્થાન પર પેરિસ ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કરનાર ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી,આ પ્રસંગે રમતવીરોએ વડાપ્રધાન મોદીને શુભેચ્છા મુલાકાત સ્વરૂપ યાદગાર ભેટ પણ આપી હતી,જેમાં શૂટર મનુ ભાકરે PMને પિસ્તોલ,રેસલર અમન સેહરાવત અને હોકીના યોદ્ધા પીઆર શ્રીજેશે જર્સી આપી હતી. જેના પર ભારતીય ખેલાડીઓએ હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે ટીમ તરફથી હોકી સ્ટીક ગિફ્ટ કરી હતી. 

  

Latest Stories