Connect Gujarat
Featured

નર્મદા : લોકડાઉનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મળ્યું સુમસાન, અંદાજીત 5 લાખ જેટલી રકમ પ્રવાસીઓને રિફંડ કરાઇ

નર્મદા : લોકડાઉનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મળ્યું સુમસાન, અંદાજીત 5 લાખ જેટલી રકમ પ્રવાસીઓને રિફંડ કરાઇ
X

નર્મદા જીલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે વર્ષ દરમ્યાન 40 લાખ કરતાં પણ વધુ પ્રવાસીઓ આવે છે, ત્યારે હાલ લોકડાઉનના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પરિસર પણ પ્રવાસીઓ વિના સુમસાન ભાસી રહ્યું છે.

નર્મદા જીલ્લાના કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નજીકનો વિસ્તાર પણ સ્વયંભૂ લોકડાઉન થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકો તેમજ સુરક્ષાકર્મીઓ ફરજ પર આવી રહ્યા છે. આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કમિશનર નિલેશ દૂબેએ જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે અત્યાર સુધીમાં 3 હજારથી પણ વધુ પ્રવાસીઓને બુકિંગ કરાવેલી તેમની ટિકિટના નાણાં પરત કરવામાં આવ્યા છે. જેમાં અંદાજીત 5 લાખ રૂપિયા જેટલી ટિકિટની રકમ રિફંડ કરવામાં આવી છે. ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા માટે ફરજ પર આવતા સુરક્ષાકર્મીઓને પગારથી લઈ અન્ય જરૂરિયાત મળી રહી તેનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જોકે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાના તમામ પ્રોજેક્ટો બંધ રહેતા રસ્તાઓ પણ સુમસાન ભાસી રહ્યા છે.

Next Story