નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે રેલાશે શરણાઇના સુર, જુઓ કેમ

0

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ટેન્ટસીટી સહિત અન્ય સ્થળોએ રોકાણ કરનારા ધંધાદારીઓની હાલત કફોડી બની છે ત્યારે ટેન્ટસીટીના સંચાલકોએ 2.50 લાખ રૂપિયામાં લગ્નના પેકેજની જાહેરાત કરી છે.

દેશમાં અનલોક અમલી બન્યું છે પણ સરકારે હજી પ્રવાસન સ્થળો ખોલવાની મંજૂરી આપી નથી. છેલ્લા 3 મહિનાથી ધંધાદારીઓ ભારે ખોટનો સામનો કરી રહયાં છે. ખાસ કરીને પ્રવાસીઓ ની ગેરહાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં આવેલ ટેન્ટ સીટી 1 અને 2, રમાડા હોટેલ સહિતના સંચાલકો ખોટ સહન કરી રહયાં છે. કોરોનાના વધી રહેલાં કેસોના કારણે હજુ ત્રણ ચાર મહિના પ્રવાસન ધામો ખુલી શકે એવી શક્યતાઓ નથી.

એટલે લલ્લુ એન્ડ સન્સ દ્વારા નિર્મિત ટેન્ટ સીટી 1 અને ગુજરાત ટુરિઝમ નિર્મિત ટેન્ટ સીટી 2 ખાતે લગ્ન પ્રસંગને મંજુરી આપવામાં આવી છે. તેમણે હાલ વેડિંગ માટે ના પેકેજ જાહેર કર્યા છે. સરકારની ગાઈડલાઈ પ્રમાણે 50 જેટલા સભ્યોની હાજરીમાં લગ્ન પ્રસંગને મંજૂરી મળી છે. ત્યારે નર્મદા ટેન્ટ સિટીઓ માં હવે લગ્ન પ્રસંગો નું આયોજન કરી ખોટ ને સરભર કરવા ની કોશિશ કારમાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here