Connect Gujarat
ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફલાવર્સ અને સરદાર સરોવર ડેમની મુલાકાતથી ડી.જી.પી.ઓ થયા પ્રભાવિત

સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફલાવર્સ અને સરદાર સરોવર ડેમની મુલાકાતથી ડી.જી.પી.ઓ થયા પ્રભાવિત
X

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાંન્નિધ્યે સરદાર સરોવરના પરિસરમાં વેલી ઓફ ફલાવર્સ પરિસર સ્થિત એકતા વન ખાતે રાજ્યના ડી.જી.પી. કક્ષાના ઉચ્ચ અધિકારીઓ તથા તેમના પરિજનોએ વૃક્ષારોપણ કરી, વન પર્યાવરણ જતન અને સંવધર્નનો મૂક સંદેશ પાઠવ્યો છે.

કેવડિયા ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની દેશભરના ડી.જી.પી./આઇ.જી.પી.ની કોન્ફરન્સમાં પધારેલા દેશના આ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેમના પરિજનો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વેલી ઓફ ફલાવર્સ અને સરદાર સરોવર ડેમની જાતમુલાકાત લઇ આનંદ વ્યક્ત કર્યો હતો. આ મહાનુભાવોની અહીંની મુલાકાતને યાદગાર સંભારણુ બનાવી શકાય, તથા વન પર્યાવરણ જતન, અને સંવધર્નનો મૂક સંદેશ સમગ્ર દેશને આપી શકાય તેવા શુભાશય સાથે વન વિભાગ દ્વારા આ મહાનુભાવો, ઉચ્ચાધિકારીઓના હસ્તે એકતા વન ખાતે વૃક્ષારોપણ કરાવાયુ હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="77987,77988,77989,77990,77991,77992"]

દેશભરના જુદા જુદા રાજ્યોના ડી.જી.પી./આઇ.જી.પી.કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ અહીં એકી સાથે સેંકડો રંગબેરંગી ફૂલોનો નજારો જાઇને આનંદ વ્યક્ત કર્યો હતો. વિશ્વની સૌથી ઊંચી એકતાની મૂતિ-સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચરણોમાં તૈયાર કરાયેલા પ્રદર્શન સહિત સરદાર સાહેબની છાતીના ભાગે આવેલી વ્યૂઇંગ ગેલેરીમાંથી પણ આ મહાનુભાવોએ પ્રાકૃતિક સૌંદર્યના નજારાને મનભરીને માણ્યો હતો.

રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક રાજીવ ગુ પ્તાના માર્ગદર્શન હેઠળ વેલી ઓફ ફલાવર્સ ખાતે ફલાવર શો, ભારત વન અને એકતા વન જેવા સંકુલો આકાર પામ્યા છે. જેની સૂક્ષ્મ વિગતો આ મહાનુભાવોએ અહીંની તેમની જાતમુલાકાત દરમિયાન મેળવી હતી.

ઉચ્ચાધિકારીઓની આ મુલાકાત વેળા વન વિભાગના ઉચ્ચાધિકારીઓ આરાધના શાહુ, શશીકુમાર, પ્રતિક પંડ્યા, જીએફઆરસીના પ્રિન્સિપાલ સહિત વનકર્મીઓએ તેમની સાથે રહીને જરૂરી વિગતો પુરી પાડી હતી.

Next Story