Connect Gujarat
ગુજરાત

વડોદરામાં સુબેદાર બાનાસિંઘ સાથે જોડાયેલી સ્ટોરીના ડેકોરેશને જમાવ્યું ભારે આકર્ષણ

વડોદરામાં સુબેદાર બાનાસિંઘ સાથે જોડાયેલી સ્ટોરીના ડેકોરેશને જમાવ્યું ભારે આકર્ષણ
X

વડોદરા શહેરમાં ઉત્સાહભેર ગણેશોત્સવ ઉજવાઇ રહયો છે. ખંડેરાવ માર્કેટ પેન્ટર તાનાજીની ગલીમાં પાકિસ્તાનના કબજામાંથી સિઆચીન વિસ્તારના સૌથી ઉંચા ઉત્તુંગ શિખરને પરમવીર ચક્ર સન્માનિત સુબેદાર બાના સિંઘે કેવીર રીતે મુક્ત કરાવ્યું. તેનું મુવિંગ ડેકોરેશન પેપરમાંથી કરવામાં આવ્યું છે. આ ડેકોરેશને શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. મંડળ દ્વારા સંપૂર્ણ ગણેશોત્સવ પર્યાવરણની જાળવણી સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

સુબેદાર મેજર અને માનદ કેપ્ટન બાના સિંઘ નિવૃત્ત ભારતીય સૈનિક છે. તેઓ જ્યારે નાયબ સુબેદારના પદ પર હતા ત્યારે તેમની આગેવાની હેઠળ ઑપરેશન રાજીવ દરમિયાન સિઆચીન વિસ્તારના સર્વોચ્ચ શિખરને કબ્જે કરવામાં આવ્યું હતું. તે શિખરને તેમના માનમાં બાના ટોપ નામ આપવામાં આવ્યું છે. બાના સિંઘનો જન્મ તા.6-1-1949માં જમ્મુ-કાશ્મિરના કાદયાલ ખાતે ખેડૂત શીખ પરિવારમાં થયો છે.હાલ તેઓ નિવૃત્ત છે.

દક્ષીણી ફળિયા યુવક મંડળ દ્વારા સીઆચીનની પર્વતમાળા બનાવવામાં આવી છે. સૈનિકો, યુધ્ધ માટેની ટેન્ક, ઝાડ, લશ્કરી ટ્રકો અને મકાન પેપરમાંથી આબેહૂબ બનાવવામાં આવ્યા છે. જ્યારે પ્રવેશ દ્વાર કંતાનમાંથી બનાવવામાં આવ્યો છે. મંડળના યુવાનોએ જણાવ્યું હતું કે, આ મુવિંગ ડેકોરેશનમાં ૧૯૮૭માં વ્યૂહરચનાની દ્રષ્ટિએ મહત્વનો એવો સિઆચીન વિસ્તારમાં પાકિસ્તાનીઓએ ઘૂસણખોરી કરી. તેમણે એક મહત્વની જગ્યા પર કબ્જો કર્યો હતો. અને તેનું નામ કૈદ એ આઝમ આપ્યું હતું. તે જગ્યાની ઉંચાઈ ૬૫૦૦ મીટર હતી. અને તે સિઆચીન વિસ્તારનું સૌથી ઉત્તુંગ શિખર હતું. આ જગ્યા પરથી પાકિસ્તાનીઓ ભારતીય ચોકીઓ પર આસાનીથી નિશાન સાધી શકે તેમ હતા.

બાના સિંઘ અને તેમના સાથી સૈનિકોએ ૪૫૭ મિટર ઉંચી બરફની દિવાલ પર ચઢી ગયા હતા. શિખર પર પહોંચ્યા બાદ બાના સિંઘે જોયું કે ત્યાં માત્ર એક જ પાકિસ્તાની બંકર હતું જેમાં તેમણે હાથગોળો ફેંકી અને દરવાજો બહારથી બંધ કરી દીધો. જેથી અંદર રહેલા તમામ લોકો માર્યા ગયા.૨૬ જાન્યુઆરી ૧૯૮૮ના રોજ બાના સિંઘ ને ઑપરેશન રાજીવ દરમિયાન

બહાદુરી બતાવવા માટે ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. તેમના માનમાં કબ્જે કરાયેલ શિખરને બાના ટોપ નામ અપાયું છે. દક્ષીણી યુવક મંડળ દ્વારા કરવામાં આવેલા સુબેદાર બાનાસિંઘ સાથે જોડાયેલી સ્ટોરીના ડેકોરેશને ભારે અકર્ણ જમાવ્યું છે.

Next Story