ભરૂચ: મકતમપુર વિસ્તારમાં ઈન્ડિયન રોક પાયથોન અજગરનું સફળ રેસ્ક્યૂ,વન વિભાગને સોંપાયો
વન વિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ ટીમ દ્વારા અજગરને કોઈ પણ પ્રકારની ઇજા ન થાય તે રીતે સાવચેતીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરી અજગરનું રેસ્ક્યૂ કરાયું ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચના મકતમપુર વિસ્તારમાં ઈન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાવાની ઘટના સામે આવી હતી. આ અંગે સ્થાનિક રહેવાસી કરણ માછી દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના યોગેશ મિસ્ત્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ ઘટનાની જાણ વન વિભાગના આરએફઓને કરવામાં આવી હતી. વન વિભાગના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યૂ ટીમ દ્વારા અજગરને કોઈ પણ પ્રકારની ઇજા ન થાય તે રીતે સાવચેતીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબી કામગીરી બાદ અજગરને સુરક્ષિત રીતે કાબૂમાં લેવામાં આવ્યો હતો.બચાવ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ અજગરને સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
