Connect Gujarat
Featured

નર્મદા-સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા, જુઓ શું કહ્યું

નર્મદા-સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા, જુઓ શું કહ્યું
X

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનિલ અરોરા અને ડેપ્યુટી ચૂંટણી કમિશનરે પરિવાર સાથે સ્ટેચ્યું ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી તેઓએ સ્ટેચ્યું ઓફ યુનિટીને અદભુત આર્કિટેક્ચર અજાયબી ગણાવી હતી.

ભારત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા અને ડેપ્યુટી ચૂંટણી કમિશનર પરિવાર સાથે કેવડિયાના પ્રવાસ પર આવ્યા હતા. સવારે 10 કલાકે ગુજરાત રાજ્ય સરકારના હેલિકોપટરમાં કેવડિયા પહોંચ્યા હતા. રાજ્યના અધિક મ્યુખ્ય સચિવ રાજીવ ગુપ્તા સહિત SOU ના અધિકારીઓએ તેમનું સ્વાગત કરી આવકાર્યા હતા.ભારત દેશના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા કેવડિયાના હેલિપેડ પરથી સીધા આરોગ્ય વન જોવા ગયા હતા.

જ્યાંથી સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા ગયા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતા મુખ્ય ઇલેક્શન કમિશનર SOUને એક અદભુત આર્કિટેક્ચર અજાયબી ગણાવી હતી. આ સાથે પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને તેમણે જણાવ્યું હતું કે ભારત મોટો દેશ છે અને લોકશાહીમાં કોઈ ચૂંટણી સહેલી નથી હોતી કેમ કે દરેક રાજ્યમાં અલગ અલગ પ્રશ્નો હોય છે અને ઇલેક્શન કમિશન વહીવટી બાબત હોય સુરક્ષા ની બાબત હોય કેન્દ્રના ગૃહ વિભાગ હોય કે સંબંધિત વિભાગ સાથે મળી જરૂરી વ્યવસ્થા કરાવવા માં આવે છે.

Next Story