Connect Gujarat
દેશ

લાઇસન્સ વાળા દુકાનદારો જ વેચી શકશે દિવાળીમાં ફટાકડાંઃ સુપ્રીમ કોર્ટ

લાઇસન્સ વાળા દુકાનદારો જ વેચી શકશે દિવાળીમાં ફટાકડાંઃ સુપ્રીમ કોર્ટ
X

28 ઓગસ્ટે જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની દલીલ પછી નિર્ણય સુરક્ષીત રાખવામાં આવ્યો હતો

આગામી સમયમાં આવી રહેલા દિવાળી તહેવારને લઈને સુપ્રિમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે ફટાકડાંનું વેચાણ અને ફટાકડાં સળગાવવા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગુ કરવા માટે કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આજે ચુકાદો સંભળાવતાં શરતો સાથે ફટકડાંના વેચાણને મંજૂરી આપી છે. પરંતુ ઓનલાઈન ફટાકડાંના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાતં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, રાત્રે 8-10 દરમિયાન જ ફટાકડાં ફોડી શકાશે.

ગત 28 ઓગસ્ટે જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિસ અશોક ભૂષણની દલીલ પૂરી થયા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. આ પહેલાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ફટકડાંઓના વેચાણ પર પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, ફટાકડાંના ઉત્પાદન વિશે નિયમો બનાવવા તે વધારે સારો વિકલ્પ રહેશે. એલ્યુમિનિયમ અને બેરિયમ જેવી સામગ્રીનો ઉપયોગ રોકવો યોગ્ય રહેશે.

તમિલનાડુ સરકાર, ફટાકડાંનાં ઉત્પાદકો અને વેચાણકર્તાઓએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક રિસર્ચ વગર કોર્ટે ગયા વર્ષે દિલ્હીમાં ફટાકડાંઓના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના કારણે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. પ્રદૂષણ માટે ફટાકડાંથી વધારે અન્ય પણ ઘણી વસ્તુઓ જવાબદાર છે.

આ કેસમાં ગઈ સુનાવણીમાં જસ્ટિસ એકે સીકરી અને જસ્ટિલ અશોક ભૂષણની બેન્ચે કહ્યું હતું કે, શું આપણે સમગ્ર દ્રષ્ટીકોણ અપનાવીને પ્રદૂષણમાં યોગદાન કરનારી દરેક વસ્તુઓ પર પ્રતિબંદ લગાવવો જોઈએ કે અસ્થાયી દ્રષ્ટીકોણ અપનાવીને માત્ર ફટાકડાંઓ પર પ્રતિબંધ લગાવવો જોઈએ? સુપ્રીમ કોર્ટે આ વિશે પણ ધ્યાન આપ્યું છે કે, વાયુ પ્રદૂષણના બાળકો માટે ખૂબ જોખમી છે.

Next Story