Connect Gujarat
ગુજરાત

સુરત : 25 જેટલી વિદેશી યુવતીઓની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કારણ

સુરત : 25 જેટલી વિદેશી યુવતીઓની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે કારણ
X

સુરત શહેરના ડુમસ રોડ પર ચાલતા અલગ અલગ સ્પામાં પીસીબી પોલીસે રેડ કરી વર્ક પરમિટ વગર કામ કરતી થાઇલેન્ડની 25 જેટલી યુવતીઓની ધરપકડ કરી છે. પીસીબી પોલીસે રાહુલરાજ મોલના 13 સ્પામાં રેડ કરતા સ્પાના મેનેજરોની પણ ધરપકડ કરી છે, જેમાં પોલીસે માલિકોને ભાગેડુ જાહેર કર્યા છે.

સુરત શહેર પોલીસ કમિશ્નરના નિર્દેશ બાદ કાર્યવાહી કરવામાં આવતા ડુમસ રોડ ખાતે આવેલ રાહુલ રાજ મોલમાં ચાલતા 13 સ્પામાં પીસીબી પોલીસે રેડ કરી હતી. રેડ દરમ્યાન 7 સ્પામાંથી વર્ક પરમિટ વગર કામ કરતી 25 જેટલી થાઇલેન્ડની યુવતીઓ ઝડપાઇ હતી. જેમાં સ્પાના મેનેજરોની પણ પોલીસે ધરપકડ કરી છે. ઉપરાંત પોલીસે સ્પાના માલિકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, થાઇલેન્ડની યુવતીઓ ટુરીઝમ વિઝા પર આવ્યા બાદ સુરતના અલગ અલગ સ્પામાં નોકરી કરતી હતી. જેમાં સ્પાના મેનેજરોની પણ ધરપકડ કરવામાં આવી છે. ઉધના ખાતે હરિનગરમાં રહેતા નરેશ પાંચા પટેલ, પર્વત પાટિયા ખાતે રહેતા આકાશ ચમન પટેલ, મમતા વિજય વર્મા, ઉમરા ગામમાં રહેતા અક્ષય પ્રકાશ કસસકર, ઉધના મગદલ્લા ખાતે રહેતા અભય અર્જુન સુરડકર થતા સુભાસ જાગલું, પીપલોદ ખાતે રહેતા સુનિલ સિંગ સુરજ સિંગ અને વિક્કી મહાદેવ હિંગડે નામના મેનેજરોની ધરપકડ કરી સ્પાના માલિકોને ભાગેડુ જાહેર કર્યા છે. હાલ સમગ્ર મામલે પોલીસે સ્પાના સંચાલકો તેમજ મેનેજર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story