Connect Gujarat
ગુજરાત

સુરતઃ ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે ઈન્સ્ટા.માં ફ્રેન્ડ બનાવી પાંચ મિત્રોએ આચર્યું દુષકર્મ

સુરતઃ ધોરણ-10ની વિદ્યાર્થીની સાથે ઈન્સ્ટા.માં ફ્રેન્ડ બનાવી પાંચ મિત્રોએ આચર્યું દુષકર્મ
X

મિત્રએ સગીરાને તસવીરો મેળવી બિભત્સ બનાવીને તેને વાયરલ કરવાની ધમકી આપી આચર્યું હતું દુષ્કર્મ

સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થીની સાથે મિત્રતા કેળવી બ્લેકમેઈલ કરીને તેની સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જે અંગેની ફરિયાદ સગીરાના માતાપિતાએ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી અને ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરીને ઇન્સ્ટાગ્રામ પર અમન નામના યુવકે દોસ્તી કરી બંને જણા ઇન્સ્ટાગ્રામ પર વાતચીત કરતા થયા હતા. ત્યારબાદ કિશોરીને મળવા બોલાવી કિશોરી પાસેથી યુવકે ફોટા મેળવી લીધા હતા. આ ફોટાઓને એડિટ કરીને બીભત્સ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને તેના પિતાને મોકલી ધમકી આપી કિશોરીને બ્લેકમેલ કરી હતી.

બાદમાં કિશોરીને અલગ અલગ સ્થળે મળવા બોલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે પછી અમનના મિત્રો સાહિલ, અજય સહિત પાંચ ઈસમોએ પણ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી કિશોરીને બ્લેકમેઇલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચર્યું હતું.

કિશોરીને બ્લેકમેઈલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી દુર્ષકર્મ આચરનારથી માનસિક રીતે હેરાન પરેશાન થઈ જતાં કિશોરીએ આ બાબતે તેને તેના માતા પિતાને વાત કરી હતી. તે બાદ ગુરુવારના રોજ સાંજે માતા પિતા ફરિયાદ કરવા પોલીસ મથકે પહોચી ગયા હતા. દુષ્કર્મ અચરનાર શખ્સો સામે ઉધના પોલીસ મથકે ફરીયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

Next Story
Share it