Connect Gujarat
ગુજરાત

સુરતમાં કોર્પોરેટરના પિતા-ભાઈ લાંચ લેતા ઝડપાયા...!

સુરતમાં કોર્પોરેટરના પિતા-ભાઈ લાંચ લેતા ઝડપાયા...!
X

સુરત ACBએ કોર્પોરેટરના પિતા-ભાઈને લાંચ લેતા ઝડપ્યા, પિતા ભાગેડુ જાહેર

સુરતમાં કોર્પોરેટરના પિતા-ભાઈ લાંચ લેતા ઝડપાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મકાનના બાંધકામ સાઈટ પર કોઈ હેરાનગતિ નહીં કરવા બાબતે લાંચ માંગી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઘટનામાં ACB એ છટકું ગોઠવીને કોર્પોરેટરના કાળા કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. આ ઘટનામાં કોર્પોરેટરના ભાઈને ACB એ રંગેહાથ 55 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. જ્યારે કોર્પોરેટરના પિતાને પોલીસે ભાગેડુ જાહેર કર્યા હતા.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, સુરતમાં એક મકાનના બાંધકામ બાબતે લાંચ લીધાની ફરિયાદ ACBને મળી હતી. ત્યારબાદ ACB એ આખું ઓપરેશન મંગળવારની મોડી સાંજે ગુપ્ત રીતે પર પાડ્યું હતું. આ ઘટનામાં પહેલા 20 હજાર રૂપિયાની લાંચ આપી હતી, ત્યારબાદ બીજા હપ્તામાં ૫૫ હજાર આપવાના હતા, ત્યારે એસીબીને જાણ થતા એક છટકું ગોઠવ્યું હતું. જેમાં 55 હજાર લેતા વોર્ડ નં. ૧૧ના કોર્પોરેટર નેન્સી સુમરાનો ભાઈ વિકી ACBના હાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે નેન્સી સુમરના પિતા મોહન સુમરાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતો.

આ બનાવમાં ACBએ વાયરલ થયેલી ઓડિયો ક્લિપના આધારે કોર્પોરેટરના પિતા સામે તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઓપરેશનમાં બી.કે. વનાર પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટેશન તથા સ્ટાફના માણસો તેમજ સુપર વિઝનમાં એન.પી. ગોહિલ ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમએ જવાબદારી નિભાવી હતી.

Next Story