/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-160.jpg)
સુરત રેલવે સ્ટેશન થી વરાછા વિસ્તાર તરફ જતા ખાંડ બજાર ગરનાળા પાસે મોડી રાત્રે એક ટ્રક લોખંડ ની એન્ગલ સાથે ભટકાય જતા અફરાતફરી નો મહોલ સર્જાયો હતો. લોખંડ ની ભારે ભરખમ એંગલ નીચે પડતા ત્યાંથી પસાર થઈ રહેલા બાઇક ચાલક ને ગંભીર ઈજાઓ થઈ હતી.
સુરત રેલવે સ્ટેશન પાસે ખાંડ બજાર ગરનાળા પાસે એક ટ્રક લોખંડ ની એંગલ સાથે ભટકાય હતી. મોડી રાત્રે બનેલી આ ઘટના માં લોખંડ ની એંગલ નીચે પડી હતી જેમાં બાઇક ચાલાક ને ઈજાઓ થઈ હતી. સુરત થઈ કામરેજ તરફ જતી ટ્રક ઓવર હાઈટ ને કારણે એંગલ સાથે ભટકાય હતી. ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની ગંભીર બેદરકારી ને કારણે નિયમો નો સરેઆમ ભંગ કરી શહેર માં ફરતા આવા વાહની યમરાજ સમાન બની રહ્યા છે.
ઘટના ની જાણ થતાં જ શહેર મેયર અને નગર સેવકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરત શહેર માં ભારે વાહનો પર પ્રવેશબંધી હીવ છતાં રેલવે ગરનાળા ને અડી જાય એવી ઓવર હાઈટ ની ટ્રક શહેર માં ક્યાંથી આવી એ પ્રશ્ન તાપસ માંગી લે છે. હાલ તો આગેવાનો આ ઘટના ની તપાસ ની મંગ કરી રહ્યા છે.