Connect Gujarat
ગુજરાત

સુરતઃ ખટોદરા પોલીસે લૂંટના ગુનામાં ઝડપેલો આરોપી નવી કોર્ટમાંથી ફરાર

સુરતઃ ખટોદરા પોલીસે લૂંટના ગુનામાં ઝડપેલો આરોપી નવી કોર્ટમાંથી ફરાર
X

ખટોદરા પોલીસ સ્ટેશનના લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને આજે નવી કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો. તે વેળા આરોપી કેદી પાર્ટીને ચકમો આપી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ખટોદરામાં થોડા સમય પહેલા લૂંટ થવા પામી હતી. લૂંટ અંગેની ફરિયાદ ખટોદરા પોલીસમાં નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે લૂંટાના ગુનામાં અજય ઉર્ફે રાજેન્દ્ર પ્રસાદ પટેલને ગઈકાલે ઝડપી પાડયો હતો. લૂંટના ગુનામાં સંડોવાયેલ રાજેન્દ્ર પ્રસાદ આજે સોમવારના રોજ નવી કોર્ટ ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો. દરમિયાન આરોપી કેદી પાર્ટીને ચકમો આપી ફરાર થઈ પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નવી કોર્ટમાંથી ભાગી છુટેલા આરોપીની ફરિયાદ ઉમારા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ઉમરા પોલીસે ફરાર થઈ ગયેલા આરોપી રાજેન્દ્ર પ્રસાદને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story