/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-152.jpg)
સુરતમાં અંધશ્રદ્ધાનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્નીને સંતાન ના થતા પતિએ ભુવા પાસે લઇ જઈ ડામ અપાવ્યો હતો એટલું જ નહિ પતી પોતાની પર આડા સબંધનો વહેમ રાખી માનસિક ત્રાસ આપતો હતો જેના કારણે તેણીએ આત્મહત્યા કરી લીધી હતી આ ઘટનામાં યુવીતીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતીની ધરપકડ કરી છે
જહાંગીરપુરા વિસ્તારમાં કોમલે દોઢ વર્ષ પહેલાં દિપક રાઠોડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન જીવન દરમિયાન સંતાન ન થતા પતિ દ્વારા પત્નીને ભૂવા પાસે લઈ જઈ ડામ આપવામાં આવ્યા હતા. જે ઘટનાથી પત્ની કોમલ આઘાતમાં સરી પડી હતી અને ગત પાંચ જુલાઈના રોજ તેણીએ આપઘાત કરી લીધો હોવાના મૃતકની માતાએ આક્ષેપ કર્યો હતો. કોમલની માતાએ દીકરીના પતિ ગત રોજ વિરુદ્ધ દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી પતિની ધરકપડ કરી છે અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે.કોમલના પરિવારે જણાવ્યું હતું કે, કોમલ પર પતિ દિપકને આડાસંબંધનો વહેમ હતો. જેથી તે કોમલ ઉપર માનસિક ત્રાસ પણ ગુજારતો હતો. કોમલને સાપરીયાની બીમારી હોવાથી તેને લીધે પ્રેગ્નન્સી રહેતી ન હતી. જેથી તેનો પતિ તેણીને ગણદેવી નજીક ભુવા પાસે ડામ અપાવા લઈ ગયા હતા અને કોમલને ચાર ડામ આપ્યા હતા. જેથી કોમલ આઘાતમાં સરી પડી હતી અને આત્મહત્યા કરવા જેવું આકરું પગલું ભરી લીધું હતું.