સુરત: અપક્ષ ઉમેદવારી ફોર્મ રદ થતા ઉમેદવારે કલેક્ટર કચેરી ખાતે કર્યો આપઘાતનો પ્રયાસ

New Update
સુરત: અપક્ષ ઉમેદવારી ફોર્મ રદ થતા ઉમેદવારે કલેક્ટર કચેરી ખાતે કર્યો આપઘાતનો પ્રયાસ

સુરતમાં ઉમેદવારી ફોર્મ રદ થતા અપક્ષ ઉમેદવારે પોતાનો હાથ કાપી કેરોસીન છાંટીને આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

સુરત લોકસભા ચૂંટણીના સુરતમાં ફોર્મ ભરાઈ ગયા બાદ આજે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું. શીવા ચાવડા નામના વ્યક્તિનું ફોર્મ રદ થતાં તેણે કલેક્ટર કચેરીમાં જ હાથ કાપીને શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને આપઘાત કરવાની કોશિષ કરતાં તેને પકડીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર લઈ રહેલ શિવા ચાવડાએ જણાવ્યું હતું કે, ફોર્મ રદ થતાં તેણે આવું કર્યું હતું.હાલ શિવ ચાવડાને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે.

Latest Stories