/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-204.jpg)
સુરતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જઈ રહી છે તેમ તેમ વિરોધનો સુર પણ વધી રહ્યો છે સુરતના ગોડાદરા સ્થિત આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીના રાહીશો દ્વારા બેનર લગાવી નેતાઓએ અહીં ચૂંટણી પ્રચાર માટે નહિ આવવાની ચીમકી ઉચ્ચારી દીધી છે.
2019 લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં ચૂંટણીને લઈને વિરોધ થઈ રહ્યો છે સુરતના ગોડાદરા સ્થિત આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રાહીશો દ્વારા બેનર લગાવી વિરોધ નોંધવામાં આવ્યો છે બેનરમાં રાજકીય નેતાઓને ચૂંટણી પ્રચાર કરવા આવવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે રહીશોએ જણાવ્યું હતું કે તેઓની સોસાયટી નજીકથી એક ખુલ્લી ખાડી પસાર થાય છે આ ખાડીને બંધ કરવાની માંગ સોસાયટીના રાહીશો છેલ્લા 10 થી 12 વર્ષથી કરી રહ્યા છે તેમ છતાં કોઈ જ નિવેડો ન આવતા આખરે સોસાયટીના રાહીશો રોષે ભરાયા હતા અને બેનર લગાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો
રહીશોએ જણાવ્યું હતું કે અહીં ખુલ્લી ખાડીના કારણે દુર્ગંધ પણ ખૂબ જ આવે છે અને અહીં બાળકો રમતા રમતા ખાડીમાં પડવાના કિસ્સા પણ બની ચુક્યા છે આ ઉપરાંત અહીંના રાહીશો લાંબી બીમારીઓનો ભોગ પણ બની રહ્યા છે.
સોસાયટીના રાહીશોનો વિરોધને જોઈ ધારાસભ્ય ઝંખના પટેલ પણ ત્યાં પહોંચી ગયા હતા જ્યાં તેઓએ ખુદ સ્વીકરાયું કે અહીંની સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી છે પણ આ સમસ્યાઓનું નિરાકરણ કેમ નથી થયું તે ખુદ આપણે તેમની પાસેથી જ જાણીએ
ઉલ્લેખનીય છે કે ચૂંટણી આવતા જ નેતાઓ લોકોના ઘરે પહોંચી મત માંગતા હોય છે ત્યારે આવનારી લોકસભાની ચૂંટણી પર લોકો હવે કેવી પસંદગી ઉતારે છે તે જોવું રહ્યું.