સુરતમાં પણ ભાજપ દ્વારા હાથધરાઇ સેન્સની પ્રક્રિયા

New Update
સુરતમાં પણ ભાજપ દ્વારા હાથધરાઇ સેન્સની પ્રક્રિયા

સુરત લોકસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવવા મેદાને પડી છે સુરતમાં પણ ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં 6 લોકોએ દાવેદારી નોંધાવી છે.

નવસારી બાદ સુરતમાં પણ ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સૌથી મજબુત ગણાતી સીટ માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે સુરતમાં આજે આગામી લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ભાજપે હાથ ધરી દીધી છે. લોકસભા બેઠક માટે ત્રણ ત્રણ નિરીક્ષકો પણ નિયુક્ત કરી છે. અને આજે સુરત લોકસભાની બેઠકના નિરીક્ષકો ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરત બારોટ અને ભાવનાબેન દવે ઉધનાના ભાજપ કાર્યલય ખાતે પહોંચીને દાવેદારોને સાંભળવાનું શરૂ કર્યું છે.

જોકે, ભાજપ માટે સેફ ગણાતી બેઠકમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં 1.દર્શના જારદોષ ( એમ.પી).2.જનક બગદાણા(પૂર્વ ધારાસભ્ય), 3.નીતિન ભજિયાવાળા(શહેર ભાજપ પ્રમુખ),4.કિરીટ પટેલ(પૂર્વ ધારાસભ્ય.ઓલપાડ),5.ધીરુભાઈ સવાની,( શહેર ભાજપ ઉપાધ્યક્ષ) 6.સંદીપ દેસાઈ(ભાજપ જિલ્લા પંચાયત મહામંત્રી) દાવેદારી નોધાવી છે દર્શના જરદોશ સામે જ તેની જ પાર્ટીના અન્ય સભ્ય ઉભા રહેતા તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકરોની તેઓની વાત મુકવાનો અધિકાર છે સંગઠન જે નિર્ણય કરશે તે અમને માન્ય રહેશે.

બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ પણ દાવેદારી નોંધાવી હોવાની વાત સામે આવી છે નીતિન ભજીયાવાલાએ જણાવ્યું હતું કે મેં કોઈ દિવસ પદ પાર્ટી પાસે માંગ્યું નથી, પાર્ટી મને જે જવાબદારી સોપશે તે હું નિભાવવા તૈયાર છું અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં મૂળ સુરતી અને સૌરાષ્ટ્રીય લોબી વચ્ચે તીવ્ર હરિફાઈ જોવા મળે છે. ભાજપ જો મૂળ સુરતીને આપે તો શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા,પૂર્ણેશ મોદી અને અજય ચોક્સી જ્યારે સૌરાષ્ટ્રીયન લોબીમાંથી નાનુ વાનાણી અને મહિલા નેતામાં દર્શિની કોઠીયાની શક્યતા છે. આ ઉમેદવારો સહિત સાતથી આછ ઉમેદાવારો રેસમાં દોડી રહ્યા છે.

Latest Stories