/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-28.jpg)
-સુરત લોકસભા બેઠક પર ભાજપે ત્રીજીવાર દર્શના જરદોષને ટિકિટ ફાળવી છે. જ્યારે કોંગ્રેસમાંથી અશોક આધેવાડને ટિકિટ ફાળવી છે. આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવેસ હોવાથી બંને પક્ષોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે કલેક્ટર કચેરી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. અને બંને ઉમેદવારોએ કલેક્ટર ડો. ધવલ પટેલ સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.
દરમિયાન કલેક્ટર કચેરીના ગેટ પર ભાજપ-કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. ભાજપ દ્વારા મોદી...મોદીના નારા લાગ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચોકીદાર ચોર હેના નારા લગાવ્યા હતા. દરમિયાન ઈશારાઓમાં જોઈ લેવાની વાત અંતે મારમારી સુધી પહોંચી ગઈ હતી.
ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સર્જાયેલી મારમારીના પગલે કલેક્ટર કચેરી બહાર વાતાવરણ તંગ બની ગયું હતું. કલેક્ટર કચેરીની એક સાઈડ ભાજપના કાર્યકરો અને બીજી સાઈડ કોંગ્રેસના કાર્યકરો હતા અને વચ્ચે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન ભાજપ દ્વારા કોંગ્રેસના ખેસ પર ઉભા રહી કોંગ્રેસ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા.
જ્યારે કોંગ્રેસની મહિલા કાર્યકરોએ ભાજપના મહિલા કોર્પોરેટરની કાર અટકાવી બોનેટ અને કાચ પર મુક્કા મારી ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. કલેક્ટર કચેરીના ગેટ પર જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી સર્જાતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. અને કાર્યકરોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફરી કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. અને છુટ્ટા હાથની મારામારી સર્જાઈ હતી. જેથી પોલીસ બળપ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. હાલ પોલીસ દ્વારા મામલો શાંત પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે