સુરત: BRTS રૂટ પર સીટી બસના ચાલકે એક માસૂમ બાળકને કચડી નાંખતા હોબાળો

New Update
સુરત: BRTS રૂટ પર સીટી બસના ચાલકે એક માસૂમ બાળકને કચડી નાંખતા હોબાળો

સુરત ભટાર રૂપાની નહેર ખાતે પૂરઝડપે આવી રહેલી બીઆરટીએસ બસે માસૂમ બાળકને કચડી નાખતા ગંભીર ઈજા પહોંચી હતી. બસ ચાલકની બેદરકારી સામે લોકોના ટોળેટોળા ભેગા થઇ ભારે હોબાળો મચાવ્યો હતો.

સુરત બીઆરટીએસ બસે માસૂમ બાળકને કચડી નાખતા ગંભીર ઈજા પહોંચી હતી. બસ ચાલકની બેદરકારીના કારણે મોત સામે જજુમતો અબા નગર ભટારનો રહેવાસી ૭ વર્ષીય અર્પિત ગીરીશભાઈ ભાગવત સવારે ઉંઘમાંથી ઊઠ્યા બાદ કોઈ કારણસર શેરીની બહાર નીકળી ગયો હતો.દરમિયાન પૂરઝડપે આવી રહેલી બીઆરટીએસ બસે તેને અડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેવોની હાલત અત્યંત ગંભીર છે. જ્યારે બસ ચાલક બસ છોડીને નાસી જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લોકોના ટોળેટોળા ભેગા થઇ બસ ચાલકની બેદરકારી સામે રોષ વ્યકત કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

Latest Stories